આ અબજોપતિની ન્યુરાલિન્ક ઇમ્પ્લાન્ટ કંપની કમ્પ્યુટર્સની સાથે બ્રેઇનને કનેક્ટ કરીને પૅરેલિસિસ્ડ અને જોઈ ન શકતા લોકોને મદદ કરવા ઇચ્છે છે
ફાઇલ તસવીર
ઇલૉન મસ્કની બ્રેઇન-ચિપ કંપનીએ જણાવ્યું હતું કે એને માણસો પર એના પ્રથમ ટેસ્ટ્સ કરવા માટે અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી મંજૂરી મળી છે. આ અબજોપતિની ન્યુરાલિન્ક ઇમ્પ્લાન્ટ કંપની કમ્પ્યુટર્સની સાથે બ્રેઇનને કનેક્ટ કરીને પૅરેલિસિસ્ડ અને જોઈ ન શકતા લોકોને મદદ કરવા ઇચ્છે છે.
આ પહેલાં અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી મંજૂરી મેળવવાની ન્યુરાલિન્કની કોશિશને સુરક્ષાનાં કારણસર ફગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ ચિપ્સનું વાંદરાઓ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં દિમાગમાં ઉત્પન્ન થતાં સિગ્નલ્સને સમજવામાં આવે છે અને એ પછી એ માહિતી બ્લુટૂથ દ્વારા ડિવાઇસિસને પહોંચાડવામાં આવે છે.
એક્સપર્ટ્સે ચેતવ્યા છે કે જો ન્યુરાલિન્કના બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સને વ્યાપકપણે અવેલેબલ કરવી હોય તો ટેક્નિકલ અને નૈતિક મૂલ્યોને સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વ્યાપક ટેસ્ટિંગ કરવાની જરૂર પડશે.
મસ્કે આ પહેલાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત ટેક્નૉલૉજી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા માણસોને રિપ્લેસ કરવામાં આવશે, એવી ચિંતા દૂર કરવામાં મદદ મળશે.
ન્યુરાલિન્કના ટ્રાયલ દરમ્યાન ૧૫૦૦ પ્રાણીઓનાં મોત
થોડા સમય પહેલાં એક વાંદરો ન્યુરાલિન્ક ચિપની મદદથી કમ્પ્યુટર સ્ક્રીન પર ગેમ રમતો જોવા મળ્યો હતો. મસ્કની કંપની છેલ્લાં છ વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જોકે પ્રાણીઓ પર એના ટેસ્ટ્સને લઈને સતત વિરોધ પણ થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૮ બાદથી ન્યુરાલિન્ક ઇમ્પ્લાન્ટના કારણે લગભગ ૧૫૦૦ પ્રાણીઓનાં મોત થયાં હતાં. એવામાં માણસો પર એની સેફ ટ્રાયલ કંપની માટે પડકાર રહેશે.