બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમે સાત મોરચે યુદ્ધ લડીએ છીએ, પશ્ચિમી દેશોના સાથ વિના પણ જીત મેળવીને રહીશું
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉને ઇઝરાયલને આપવામાં આવતાં હથિયારો પર પ્રતિબંધ મૂકવાની વાત કરતાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમના પર ભડકી ગયા છે અને એક વિડિયો-મેસેજમાં કહ્યું છે કે ‘મારી પાસે ફ્રાન્સના મૅક્રૉન માટે એક સંદેશ છે. ઇઝરાયલ માનવ-સભ્યતાના દુશ્મનો સામે સાત મોરચે એનો બચાવ કરી રહ્યું છે. ઇઝરાયલ અમારી અને આખી દુનિયાની શાંતિ અને સુરક્ષા માટે લડાઈ જીતીને જ રહેશે. પશ્ચિમના દેશો અમારી સાથે રહેશે કે નહીં એ છતાં અમે જીત મેળવીશું. જે કોઈ પશ્ચિમી દેશો ઇઝરાયલને આપવામાં આવનારાં હથિયારો પર પ્રતિબંધની માગણી કરી રહ્યા છે તેઓ કથિત રીતે આતંકવાદની સાથે છે. તેમને આવું કરતાં શરમ આવવી જોઈએ. તમામ સભ્યદેશોએ આ મોરચે ઇઝરાયલની સાથે રહેવું જોઈએ.’