Nepal Earthquake: ૭.૧ની તીવ્રતાના આ ભૂકંપની અસર છેક દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી.
ભૂકંપની પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા સમયથી ભૂકંપના સમાચાર (Nepal Earthquake) સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે તિબેટમાં પણ ધરતી ધ્રુજી ઊઠી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તિબેટમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. એટલું જ નહીં આ ભૂકંપની અસર છેક દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી.
ક્યાં હતું તેનું કેન્દ્ર?
ADVERTISEMENT
ભૂકંપનું કેન્દ્ર નેપાળના તિબેટ બોર્ડર પાસે હોવાની માહિતી મળી રહી છે. જ્યાં તેની તીવ્રતા 7.1 માપવામાં આવી (Nepal Earthquake) હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 7 જાન્યુઆરીએ સવારે લગભગ 6.35 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ કરાયો હતો. આ જે ભૂકંપ હતો તેની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી. આટલી તીવ્રતા ગંભીર નુકસાન તરફ અંગુલિનિર્દેશ કરે છે,પણ સદનસીબે કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ નથી. ઝિઝાંગ વિસ્તારમાં સવારે 7 વાગ્યે 4.7ની તીવ્રતાનો આફ્ટરશોક નોંધાયો હતો.
જાણીતી સમાચાર એજન્સી દ્વારા ચીની અધિકારીઓને ટાંકીને તિબેટના બીજા સૌથી મોટા શહેર શિગાત્સે શહેરમાં 6.8ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો હોવાની માહિતી આપી હતી.
એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે જ્યારે નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર આંચકા અનુભવાયા હતા ત્યારે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો., અને તીવ્ર આંચકાનો અહેસાસ થતાં જીવ બચાવવા લોકો તેમના ઘરબાર છોડીને ભાગવા લાગ્યા હતા.
ચીનના રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં શિગાત્સે ભૂકંપના (Nepal Earthquake) 200 કિમીની અંદર 3 કે તેથી વધુની તીવ્રતાવાળા 29 ભૂકંપ આવી ચૂક્યા છે. આ સાથે જ એવી પણ માહિતી છે કે આ અગાઉ જેટલા પણ ભૂકંપ આવ્યા છે તે તમામ આજે આવેલા ભૂકંપ કરતા નાના હતા. આજે આવેલો ભૂકંપ તે તમામ કરતાં વધુ તીવ્ર હોવાનું મનાય છે.
બિહાર સહિત ઉત્તરપ્રદેશના આ વિસ્તારોમાં ધરતી ધ્રુજી હોવાના અહેવાલ
તિબેટમાં આવેલા ભૂકંપની સાથોસાથ ભારતમાં પણ તેની અસર જીવ મળી છે. પટના તેમ જ બિહારના અનેક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. આ સાથે જ તમને જણાવી દઈએ કે આસામ સહિત પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ધરતી ધ્રુજી હતી.
રાહતના સમાચાર એ છે કે ભૂકંપ સમયે કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોય એવા કોઈ જ અહેવાલ મળ્યા નથી.
ગઇકાલે પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમ જણાવે છે કે દહાણુ તાલુકામાં સવારે 4.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાલુકાના બોરડી, દાપચરી અને તલાસરી વિસ્તારના લોકોને વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
કયા કારણોસર આવતો હોય છે ભૂકંપ? જરા, વિગતે સમજીએ
ભૂકંપ (Nepal Earthquake) શા માટે આવે છે? આ પ્રશ્ન આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. કહેવાય છે કે તે સતત ફરતી રહે છે. પણ જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે ત્યારે છે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ પ્રમાણે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે છે.