અમેરિકી પ્રશાસન યુક્રેનમાં કાયમી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરે છે, ઓવલ ઑફિસમાં જે થયું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે એમ રુટેએ ઉમેર્યું હતું.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી અને માર્ક રુટ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ઓવલ ઑફિસમાં લડાઈ બાદ હવે નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન - NATO)ના સેક્રેટરી જનરલ માર્ક રુટેએ ઝેલેન્સ્કીને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે ડોનલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા પર ફોકસ કરવું જોઈએ. ઝેલેન્સ્કીએ ટ્રમ્પ દ્વારા ૨૦૧૯માં યુક્રેનને જેવલિન ઍન્ટિ-ટૅન્ક મિસાઇલો આપવા માટે સન્માનિત કરવા જોઈએ. આ મિસાઇલો રશિયાએ કરેલા આક્રમણ વખતે ૨૦૨૨માં કામ લાગ્યાં હતાં. અમેરિકી પ્રશાસન યુક્રેનમાં કાયમી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરે છે, ઓવલ ઑફિસમાં જે થયું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે એમ રુટેએ ઉમેર્યું હતું.
તેમણે એવી ઇચ્છા પણ પ્રગટ કરી હતી કે યુરોપિયન નેતાઓએ પણ યુક્રેનને સુરક્ષાની ગૅરન્ટી પ્રદાન કરવા રશિયા સાથે શાંતિકરાર કરવામાં મદદ કરવી જોઈએ.
ADVERTISEMENT
યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને યુક્રેન અમેરિકાને શાંતિ પ્રપોઝલ મોકલશે
બ્રિટિશ વડા પ્રધાન કિર સ્ટાર્મરે જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને યુક્રેને રશિયા સાથેના યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામ કરાર પર કામ કરવા સંમતિ દર્શાવી છે અને થોડા સમયમાં આ પ્રપોઝલ અમેરિકા સમક્ષ મૂકવામાં આવશે. સ્ટાર્મરનું માનવું છે કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આ યુદ્ધના મુદ્દે શાંતિ સ્થાપી શકે એમ છે. યુદ્ધ રોકવા માટે અમેરિકાનો ટેકો જરૂરી છે. અમેરિકાની ગૅરન્ટી વિના શાંતિ સ્થાપવી શક્ય નથી.’

