કાચિન કલા સંઘના પ્રવક્તાએ જણાવ્યું કે આ હવાઈ હુમલામાં 80 લોકોના મોત થયા, જ્યારે લગભગ 100થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે સમારોહ સ્થળે સૈન્ય વિમાનમાંથી 4 બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
મ્યાનમારની (Myanmar) સેનાએ પોતાના જ લોકો પર ઍરસ્ટ્રાઈક (Airstrike) કરી દીધી છે આ હવાઈ હુમલામાં ગાયક અને સંગીતકાર સહિત 80થી વધારે લોકોના મોત થયા છે, જે કાચિન જાતીય અલ્પસંખ્યક સમૂહના વર્ષગાંઠ સમારોહમાં સામેલ થયા હતા. કાચિન કલા સંઘના પ્રવક્તાએ જણાવ્યું કે આ હવાઈ હુમલામાં 80 લોકોના મોત થયા, જ્યારે લગભગ 100થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે સમારોહ સ્થળે સૈન્ય વિમાનમાંથી 4 બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા.
આ હુમલો એવા સમયે થયો, જ્યારે 3 દિવસ પછી દક્ષિણ પૂર્વ એશિયન દેશોના વિદેશ મંત્રી મ્યાનમારમાં વ્યાપક હિંસા પર ચર્ચા કરવા માટે ઈન્ડોનેશિયામાં ખાસ બેઠક કરવાના છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સૈન્ય તખ્તાપલટ બાદ રવિવાર રાતે આયોજિત સમારોહમાં થયેલા હવાઈ હુમલામાં પહેલીવાર એક જ અટેકમાં આટલી મોટી સંખ્યામાં લોકોની મોતનો મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
હુમલા બાદ દેખાયું ભયાવહ દ્રશ્ય
ઘટનાના વિવરણની સ્વતંત્ર રીતે પુષ્ઠિ કરવી શક્ય નથી. જો કે, કાચિન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી મીડિયા તરફથી જાહેર વીડિયોમાં હુમલા બાદના ભયાવહ દ્રશ્યને બતાવવામાં આવ્યો છે. સૈન્ય સરકારની સૂચના ઑફિસે પુષ્ઠિ કરી છે કે કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મીની 9મી બ્રિગેડના મુખ્યલય પર હુમલો કરવામાં આવ્યો હતો, આથી કાચિન સમૂહ તરફથી કરવામાં આવેલા આતંકવાદી કૃત્યોના જવાબમાં જરૂરી ઑપરેશન કરવામાં આવ્યું. જો કે, સૂચના ઑફિસે મોટી સંખ્યામાં લોકોના ઈજાગ્રસ્ત થવાની વાતને અફવા જાહેર કરી છે અને ના પાડી કે સેનાએ સંગીત કાર્યક્રમ પર બૉમ્બમારો કર્યો ક ન તો મારી નાખવામાં આવેલા લોોકમાં શ્રોતાઓ પણ સામેલ હતા.
આ પણ વાંચો : ઋષિ સુનક બ્રિટનના પીએમ બનતા ભારતમાં ટ્રેન્ડ થયું `મુસ્લિમ PM`,શશિ થરૂર થયા ટ્રોલ
નિઃશસ્ત્ર નાગરિકો વિરુદ્ધ થયો બળપ્રયોગ
મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે કહ્યું કે તે હવાઈ હુમલાના સમાચારથી ખૂબ જ ચિંતિત અને દુઃખી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળ તરફથી નિઃશસ્ત્ર નાગરિકો વિરુદ્ધ બળપ્રયોગ કરવું અસ્વીકાર્ય છે. આના જવાબદાર લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. મ્યાનમારમાં જાતીય અલ્પસંખ્યકો તરફથી સ્વાયત્તતાની માગને દાયકાઓથી ફગાવવામાં આવે છે. કાચિન સ્વતંત્રતા સંગઠનની સ્થાપનાની 62મી વર્ષગાંઠનો ઉત્સવ રવિવારે તે સ્થાને ઉજવાતો હતો, જેનો ઉપયોગ કાચિનની સૈન્ય શાખા દ્વારા સૈન્ય પ્રશિક્ષણ માટે પણ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં સ્થિત છે, જે મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનથી લગભગ 950 કિમી દૂર છે.