૮૧ વર્ષના જો બાઇડનને બદલવાના અન્ય વિકલ્પોમાં મિશેલ ઓબામાને ૨૦ ટકા મત મળ્યા હતા
જો બાઇડન , મિશેલ ઓબામા
નવી દિલ્હી : અમેરિકી પ્રેસિડન્ટની ચૂંટણી માટે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પ્રેસિડન્ટ જો બાઇડનના સ્થાને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટનાં પત્ની મિશેલ ઓબામા સર્વાધિક પસંદગી પામ્યાં છે, એમ એક સર્વેએ દર્શાવ્યું છે. મત આપનારા ૪૮ ટકા ડેમોક્રેટોએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં બીજા ઉમેદવાર માટે પક્ષના તારતમ્યને તેઓ બહાલી આપે છે. આ સામે ૩૮ ટકાએ નામંજૂરીનો સૂર દર્શાવ્યો હતો. ૮૧ વર્ષના જો બાઇડનને બદલવાના અન્ય વિકલ્પોમાં મિશેલ ઓબામાને ૨૦ ટકા મત મળ્યા હતા. તેમની સાથે અન્ય ઉમેદવારોમાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન, કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમ અને મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હિટમેરનો સમાવેશ થાય છે.