Mehul Choksi Arrested: ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના અધિકારીઓને ઔપચારિક પત્ર મોકલીને તેની ધરપકડ કરવાની માગણી કરી હતી
મેહુલ ચોક્સીની ફાઇલ તસવીર
Mehul Choksi Arrested: પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને લઈને ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. મેહુલ ચોક્સીની તાજેતરમાં જ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીને દબોચી લીધો છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં જોવા મળ્યો હતો ત્યારબાદ ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના અધિકારીઓને ઔપચારિક પત્ર મોકલીને તેની ધરપકડ કરવાની માગણી કરી હતી, અને હવે તેની ધરપકડ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે.
હવે બેલ્જિયમની પોલીસે ૨૩ મે ૨૦૧૮ તેમ જ ૧૫ જૂન ૨૦૨૧ના રોજ મુંબઈ કોર્ટ દ્વારા જે વોરંટ જારી કરવામાં આવ્યું હતું તેના આધાર પર મેહુલ ચોક્સીની ધરપકડ (Mehul Choksi Arrested) કરી લીધી છે. અહેવાલો સૂચવે છે કે તે પોતાની પત્ની પ્રીતિ ચોક્સી સાથે ત્યાં રહી રહ્યો હતો. એન્ટવર્પ જે બેલ્જિયમમાવેલું છે. તેની પાસે એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા છે. તે સારવાર માટે આઇલેન્ડની બહાર ગયો હતો.
ADVERTISEMENT
અહેવાલો કહી રહ્યા છે કે ચોક્સી બેલ્જિયમમાં રહેવા માટે ખોટા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરતો હતો. તે પોતે ભારતમાં પ્રત્યર્પણથી બચવા માટે આ પ્રકારની ગેમ રમી રહ્યો હતો. એક રિપોર્ટ તો એવું પણ કહે છે કે મેહુલ ચોક્સીએ બેલ્જિયમના અધિકારીઓને જુઠા ઘોષણાપત્ર તેમ જ ખોટા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. અને આવેદન પ્રોસેસમાંપણ ખોટી રાષ્ટ્રીયતા લખાવી હતી. એજન્સીઓના જણાવ્યા અનુસાર મેહુલ ચોક્સી (Mehul Choksi Arrested) અને તેની કંપની ગીતાંજલિ જેમ્સ તેમ જ અન્યોએ કથિત રીતે બેંક અધિકારીઓ સાથે મળીને જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના છેતરપિંડીથી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ) મેળવ્યા હતા અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (એફએલસી)માં વધારો કર્યો હતો. આના કારણે બેંકને નોંધપાત્ર નુકસાન થયું હતું.
હીરાનો કારોબારી મેહુલ ચોક્સી પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધુના છેતરપિંડીના કેસમાં વોન્ટેડ જારી કરાયો હતો. મીડિયા અહેવાલોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે મેહુલ ચોક્સીની ધરપકડ સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓની વિનંતી બાદ કરવામાં આવી છે.
Mehul Choksi Arrested: પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડ રૂપિયાના કૌભાંડમાં ચોકસી અને તેમના ભત્રીજા નીરવ મોદીનું નામ પણ જોડાયેલું છે. આ કેસમાં તેનો ભત્રીજો નીરવ મોદી પણ સહ-આરોપી છે. લંડનથી તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ ચાલી જ રહી છે. વર્ષ 202માં ED દ્વારા મેહુલ તેમ જ તેની પત્ની પ્રીતિ ચોક્સી અને અન્ય લોકો સામે ત્રીજી વાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
Mehul Choksi Arrested: અત્યારે એવા પણ અહેવાલ છે કે નીરવ મોદી અત્યારે લંડનની જેલમાં બંધ છે અને ખૂબ જ જલ્દી તે ભારત પ્રત્યાર્પણ વિરોધમાં પ્રયાસો કરી રહ્યો છે.

