Mali Bus Accident: આ બસ દુર્ઘટના પશ્ચિમી શહેરમાં કેનિબામાં બની હતી. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. 10 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના લીધે આ ઘટના બની છે
- બસ બગો નદીને પાર કરી પુલ પર જઈ રહી હતી
- અહીં અવારનવાર માર્ગ અકસ્માતોની દુર્ઘટનાઓ થતી હોય છે
માલીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે બસ દુર્ઘટના (Mali Bus Accident) સર્જાઇ હતી. આ ઘટના પશ્ચિમી શહેરમાં કેનિબામાં બની હતી. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે.
શું થયું હતું? કેવી રીતે થઈ આ દુર્ઘટના?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક બસ નદી પરના પુલ પરથી પડી ગઈ (Mali Bus Accident) હતી. જેને કારણે આ રોડ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. બુર્કિના ફાસો તરફ એક બસ જઇ રહી હતી. ત્યારે આ બસ એક પુલ પરથી નીચે પડી જતાં મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ત્યાંના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. અત્યારે તો એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના લીધે આ ઘટના બની છે.
શું કહ્યું પરિવહન મંત્રાલયે?
આ ઘટના (Mali Bus Accident) અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે માલીમાં મંગળવારે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભયંકર જ્યારે બસ બગો નદીને પાર કરી પુલ પર જઈ રહી હતી ત્યારે બની હતી. બસ દક્ષિણ-પશ્ચિમ માલિયન શહેર કેનિબાથી આવી રહી હતી અને બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે અકસ્માત થયો હતો.
ઉલ્લેખનીય છે કે માલીમાં આવી રીતે અવારનવાર માર્ગ અકસ્માતોની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. અહીંના ઘણા રસ્તાઓ, હાઈવે અને વાહનોની હાલત ખરાબ હોઇ આવી ઘટનાને કારણે સામાન્ય લોકોને જીવ ગુમાવવાની નોબત આવે છે.
પશ્ચિમ આફ્રિકામાં આ રીતે અવારનવાર માર્ગ અકસ્માતો (Mali Bus Accident)ની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. અહીં રોડ અકસ્માતો વધુ થતાં હોય છે. જેનું એક મુખ્ય કારણ એ પણ ચ એકે અહીં જાહેર પરિવહન ઘણીવાર ભીડભાડવાળું રહેતું હોય છે અને ખરાબ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. વર્ષ 2023 માટે યુએનનો ડેટા દર્શાવે છે કે વિશ્વના ટ્રાફિકના મૃત્યુના લગભગ એક ક્વાર્ટર આફ્રિકામાં થાય છે, તેમ છતાં ખંડ વિશ્વના વાહનોના કાફલામાં માંડ 2 ટકા હિસ્સો ધરાવે છે.
હજી તો આ મહિને જ થયો હતો આ ભયંકર અકસ્માત
અત્યારે આ મહિને જ બમાકો તરફ જતી બસ એક ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. આ દુર્ઘટના (Mali Bus Accident)માં પણ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તેટલું જ નહીં પણ 46 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે બંને વાહનો વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગ જેટલા અકસ્માતો આફ્રિકામાં થાય છે.