No-Confidence Motion Against Mohamed Muizzu: અલી અઝીમે બાબતે જણાવ્યું હતું કે અમે દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા માટે સમર્પિત છીએ.
મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ
કી હાઇલાઇટ્સ
- મૉલદીવ્ઝમાં સંસદીય નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવની કરી માંગ
- ભારત સાથે પંગો લીધા બાદ હવે મૉલદીવ્ઝને ભારે આંચકા પણ આંચકા આવી રહ્યા છે
- મૉલદીવ્ઝના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબનું નિવેદન પણ સામે આવ્યું છે
No-Confidence Motion Against Mohamed Muizzu: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના નાગરિકો પર વાંધાજનક ટિપ્પણીને લીધે હવે વિવાદ વકરી રહ્યો છે. હવે આ ટિપ્પણીને લઈને મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ (No-Confidence Motion Against Mohamed Muizzu) ની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
મૉલદીવ્ઝમાં સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા હાકલ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ મુઈઝુને સત્તા પરથી હટાવવામાં મદદની અપીલ કરી છે.
ADVERTISEMENT
મોહમ્મદ મુઇઝ્ઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાગી શકે છે?
અલી અઝીમે આ બાબતે જણાવ્યું હતું કે અમે દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા અને કોઈપણ પડોશી દેશને અલગ થવાથી બચાવવા માટે સમર્પિત છીએ. તેમણે તેમની ડેમોક્રેટ પાર્ટીને પણ પૂછ્યું હતું કે શું તમે રાષ્ટ્રપતિ મુઇઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો? આ સાથે જ અલી અઝીમે સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ મુઇઝુને સત્તા પરથી દૂર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો? શું માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion Against Mohamed Muizzu) લાવવા તૈયાર છે?
ભારત સાથે પંગો લીધા બાદ હવે મૉલદીવ્ઝને ભારે આંચકા પણ આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં જ મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓએ મૉલદીવ્ઝની ટ્રીપ બુકિંગ કેન્સલ કરી દીધી હતી. તેટલું જ નહિ અનેક ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે મૉલદીવ્ઝના પ્રવાસન સંઘે પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે.
મૉલદીવ્ઝ એસોસિએશન ઑફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી (MATI)એ એક નિવેદન પણ જારી કર્યું હતું. આ નિવેદનમાં ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી.
મૉલદીવ્ઝના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ તો માંગ કરી કે...
ભારતીય વડાપ્રધાન પરના નિવેદન બાદ મૉલદીવ્ઝના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે તો મૉલદીવ્ઝ સરકારને ભારત સરકારની માફી માંગવાની વાત રજૂ કરી હતી.
આ જ મુદ્દે તેઓએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુઈઝુ (No-Confidence Motion Against Mohamed Muizzu)એ આ રાજદ્વારી સંકટના ઉકેલ માટે પીએમ મોદી પાસે જવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કોઈ જ રીતે સ્વીકાર્ય નથી.
ઈઝરાયેલ એમ્બેસીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શૅર કરી
ઇઝરાયેલ એમ્બેસીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે મંગળવાર, જાન્યુઆરી 9, 2024થી લક્ષદ્વીપમાં દરિયાઇ પાણી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યા છીએ. અમે ગયા વર્ષે લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી.
આ પોસ્ટની સાથે ગત વર્ષે લક્ષદ્વીપની ઈઝરાયેલ ટીમની કેટલીક તસવીરો પણ શૅર કરવામાં આવી હતી. પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે જેમણે અત્યાર સુધી લક્ષદ્વીપની સુંદરતા જોઈ નથી, તેમણે આ કેટલીક તસવીરો જરૂર જોવી જોઈએ.

