શિઆન સિટીની ઑથોરિટીઝે ઇમર્જન્સી રિસ્પૉન્સ પ્લાન જાહેર કર્યો હતો, જે મુજબ ફ્લુના કેસમાં ખૂબ જ વધારો થશે તો સ્કૂલ્સ, ઑફિસો અને અન્ય ભીડવાળાં સ્થળોને બંધ કરી દેવાનો એને અધિકાર રહેશે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
બીજિંગ : એક ચાઇનીઝ સિટીની ઑથોરિટીની સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે, કેમ કે આ ઑથોરિટીએ ઇન્ફ્લુએન્ઝાના કેસમાં વધારાની સ્થિતિમાં લૉકડાઉન લાગુ કરવાની શક્યતા વ્યક્ત કરી છે.
શિઆન સિટીની ઑથોરિટીઝે ઇમર્જન્સી રિસ્પૉન્સ પ્લાન જાહેર કર્યો હતો, જે મુજબ ફ્લુના કેસમાં ખૂબ જ વધારો થશે તો સ્કૂલ્સ, ઑફિસો અને અન્ય ભીડવાળાં સ્થળોને બંધ કરી દેવાનો એને અધિકાર રહેશે.
ADVERTISEMENT
જેના લીધે ચિંતાતુર અને રોષે ભરાયેલા લોકોએ ચીનની સોશ્યલ મીડિયા વેબસાઇટ્સ પર રીઍક્શન્સ આપ્યાં હતાં. આ પ્લાન ચીનમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલાં નિયંત્રણો જેવો જ જણાય છે. ચીને લગભગ કોરોનાની સમગ્ર મહામારી દરમ્યાન આકરાં નિયંત્રણો લાગુ કર્યાં હતાં.
ટ્વિટરને સમકક્ષ ચીનનું સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર એક યુઝરે લખ્યું હતું કે આવા સમયે પૅનિક ક્રીએટ કરવાના બદલે લોકોને રસી આપો.
બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘ઑફિસો અને ધંધા-રોજગારનાં સ્થળોને બંધ કરવાનો શિઆનનો પ્રસ્તાવ છે ત્યારે લોકો શા માટે ન ડરે. વળી, રાષ્ટ્રીય સ્તરે આ બીમારીને લઈને કોઈ સૂચના પણ આપવામાં આવી નથી.’
ચીનમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સમગ્ર ચીનમાં ફ્લુના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. વળી, અહીં ફ્લુની દવાઓની શૉર્ટેજ પણ જોવા મળી રહી છે.
બર્લિનમાં મહિલાઓને પણ પૂલ્સમાં ટૉપલેસ સ્વિમિંગ કરવાની છૂટ મળશે
બર્લિન : બર્લિનમાં તમામ સ્વિમર્સને જાહેર સ્વિમિંગ-પૂલ્સમાં ટૉપલેસ સ્વિમિંગ કરવાની ટૂંક સમયમાં છૂટ અપાશે. બર્લિનના અધિકારીઓએ ગુરુવારે આ જાહેરાત કરી હતી. એક મહિલાએ કાયદાકીય કાર્યવાહી કરતાં આ નવો નિર્ણય લેવાયો છે. ટૉપલેસ અવસ્થામાં સનબાથ બદલ ઓપન ઍર પૂલમાંથી આ મહિલાને બહાર કાઢવામાં આવી હતી. આ મહિલાની ઓળખ જાહેર કરાઈ નથી. તેણે ઑથોરિટી સમક્ષ ડિમાન્ડ કરી કે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ટૉપલેસ જવાની છૂટ આપવી જોઈએ.
ફૂલોથી મહેકતો ઇન્ડિયા ગેટ
નવી દિલ્હીમાં ગઈ કાલે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં G20 ફ્લાવર ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમ્યાન ઇન્ડિયા ગેટની ફૂલોથી બનાવાયેલી રેપ્લિકા પાસે વિઝિટર્સ. તસવીર: પી.ટી.આઇ.