દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઊજવવામાં આવે
International Tea Day
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસ ચાના બગીચાના કામદારોની સલામત કામ કરવાની પરિસ્થિતિઓ, વાજબી વેપાર અને ચાના ઉત્પાદનમાં સુધારો કરવા માટે ટકાઉ વાતાવરણ વિશે જાગૃતિ લાવવા માટે જાણીતો છે.
ભારતના ટી બોર્ડે આ દિવસનું આયોજન એ આશા સાથે કર્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન માટે સત્તાવાર રજા બની જશે.
ADVERTISEMENT
2007માં ટી બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ભારતમાં ઉત્પાદિત કુલ ચાના લગભગ 80 ટકા સ્થાનિક વસ્તી દ્વારા વપરાશ કરવામાં આવે છે. તમે જે ચા પીએ છીએ તેના વિશે જવાબો મેળવવાનો અને ચા કામદારો માટે વાજબી કિંમતો સુનિશ્ચિત કરવાનો તમામ ગ્રાહકોને અધિકાર છે.
ઇતિહાસ
ભારતની રાજધાની દિલ્હીમાં 2005માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ચા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં ભારત સરકારે આ દિવસને વૈશ્વિક સ્તરે વિસ્તારવા માટે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનને પ્રસ્તાવ મૂક્યો હતો. આ દિવસ મે મહિનામાં ઊજવવામાં આવે છે કારણ કે તે વર્ષનો મહિનો છે જ્યારે મોટાભાગના દેશોમાં ચાનું ઉત્પાદન શરૂ થાય છે.
કેવી રીતે ઉજવણી કરવી
આંતરરાષ્ટ્રીય ચા દિવસ એ એક કપ ચા પીવા વિશે છે. આજકાલ ઘણી પ્રકારની ચા ઉપલબ્ધ છે જેનો તમે આનંદ માણી શકો છો. તેમાં કાશ્મીરી કાહવા, આદુવાળી ચા, ઓનીક્સ ટી, રોંગા ચા, મસાલા ચા, લેમનગ્રાસ ટી, ગ્રીન ટી, કેમોમાઈલ ટી વગેરેનો સમાવેશ છે. જો તમને ઘરે બનાવેલી ચા ગમે છે, તો તમારા મિત્રો અથવા નજીકના લોકોને ટી પાર્ટીમાં આમંત્રિત કરો. તમે તેમને વિવિધ પ્રકારની ચા આપી શકો છો અથવા તમે ઘરે બનાવેલી કડક ચાની ચૂસકી અપાવી શકો છો.