Khalistani Terrorist Threats Ram Mandir: ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કરીને રામ મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ વીડિયોમાં પન્નુ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
રામ મંદિર અને ખાલિસ્તાની આતંકવાદી
ખાલિસ્તાની આતંકવાદી દ્વારા ભારતને અનેક ધમકીઓ આપી છે. આ સાથે ભારતની અનેક ફ્લાઇટ્સ અને પ્રખ્યાત સ્થળોને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે અને હવે ફરી એક વખત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ (Khalistani Terrorist Threats Ram Mandir) એક અયોધ્યાના રામ મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. હાલમાં કેનેડામાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરી કેટલાક લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી ગયો છે જેને પગલે ખાલિસ્તાની આતંકવાદી (કેનેડા બેઝ્ડ ટેરરિસ્ટ) ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કરીને રામ મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ વીડિયોમાં પન્નુ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ જાહેર કરેલા આ નવા વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે `16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં (Khalistani Terrorist Threats Ram Mandir) મોટી હિંસા થશે.` કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના એક શહેર બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિન્દુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, `અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો (Khalistani Terrorist Threats Ram Mandir) પાયો હચમચાવી નાખીશું.` પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક રામ મંદિર માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે. ભાગેડુ આતંકવાદી પન્નુ, જે ભારતમાંથી ફરાર છે, તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું ચાલુ રાખે છે.
આ પહેલી વખત નથી બન્યું કે પન્નુએ ભારતને કોઈ ધમકી આપી હોય. આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભારતને ધમકી આપી હતી અને ઍર ઈન્ડિયામાં વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર ઍર ઈન્ડિયાની (Khalistani Terrorist Threats Ram Mandir) ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ પહેલીથી 19 નવેમ્બર સુધી ઍર ઈન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ ન કરે. કેનેડાએ ગયા મહિને દેશમાં થયેલા ગોળીબારના સંબંધમાં ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાની ધરપકડ કરી છે. રવિવારે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ સમાચાર સામે આવ્યા છે. ગુપ્તચર સૂત્રોને ટાંકીને અહેવાલો જણાવે છે કે તે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક હતો. તે માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની પણ નજીક હતો. ડાઉનટાઉન મિલ્ટનમાં ઓક્ટોબર 28 ના રોજ થયેલા ગોળીબારમાં શંકાસ્પદ સંડોવણી બદલ ડલ્લાની ધરપકડ કરવામાં આવી હતી.