તેમની કાર સામે ધસી જઈને તિરંગો ફાડી નાખ્યો
ઘટનાસ્થળ
ગઈ કાલે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર લંડનમાં એક ઇવેન્ટમાં હાજરી આપીને કારમાં જઈ રહ્યા હતા ત્યારે ખાલિસ્તાની ઍક્ટિવિસ્ટોએ તેમની સામે બાધા નાખવાની કોશિશ કરી હતી. વાઇરલ થયેલા એક વિડિયોમાં જોઈ શકાય છે કે એક ખાલિસ્તાની જયશંકરની કાર સામે ધસી જાય છે અને તેમની સામે ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડી નાખે છે. જ્યાં ઇવેન્ટ હતી એ સ્થળની બહાર ખાલિસ્તાન-સમર્થકો પોતાના ઝંડા સાથે વિરોધ-પ્રદર્શન કરતા પણ જોવા મળ્યા હતા.

