Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ઠાર, ઇન્ડિયાની વોન્ટેડ લિસ્ટમાં હતો શામેલ

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ઠાર, ઇન્ડિયાની વોન્ટેડ લિસ્ટમાં હતો શામેલ

Published : 19 June, 2023 03:15 PM | Modified : 19 June, 2023 03:27 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા તેને ડેજિગ્નેટેડ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી તેમાં પણ તેનું નામ હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેને ભારત સરકાર દ્વારા ડેજિગ્નેટેડ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી તેમાં પણ હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું.


મળતી માહિતી મુજબ હરદીપ નિજ્જરને કેનેડાના સરેમાં ગોળી વાગી હતી. ત્યારબાદ બાદ તેનું મોત થયું છે. તે કેનેડિયન શીખ સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ સાથે જોડાયેલો હતો. ઉપરાંત તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ કેનેડાની તપાસ એજન્સીઓ પાસેથી આ ઘટના અંગે માહિતી એકઠી કરી રહી છે.



ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુ:ખાવો બની ગયો હતો કારણ કે તેનો લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવામાં મોટો ફાળો રહેલો હતો.


થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. નિજ્જરના બે સહયોગીઓની થોડા મહિના પહેલા ફિલિપાઈન્સ અને મલેશિયામાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી.

વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. NIAના જણાવ્યા અનુસાર આ પાદરીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેનેડામાં રહેતો નિજ્જર KTFનો પ્રમુખ હતો.


જ્યારે ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિદેશમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં NIAએ ભારત સરકાર વિરુદ્ધ ભાવનાઓને ભડકાવવા બદલ FIR પણ નોંધી હતી. આ એફઆઈઆર અનુસાર ભારત સરકાર વિરૂદ્ધ ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પ્રોપેગેન્ડા માટે જંગી રકમ એકત્ર કરવામાં આવી છે.

જેમાં વિદેશમાં ભારતીય દૂતાવાસો સામે વિરોધ કરવા લોકોને ઉશ્કેરવાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ આતંકવાદીઓ ગુરપતવંત સિંહ પન્નુન, પરમજીત સિંહ પમ્મા અને હરદીપ સિંહ નિજ્જરના નામ શામેલ હતા. જ્યારે ચોથી કોલમમાં ભારત સરકાર વિરુદ્ધ કાવતરું ઘડનારા અજાણ્યા આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં બે મોટા ખાલિસ્તાની નેતાઓના મોત થયા છે. થોડા દિવસ પહેલા બ્રિટનમાં વધુ એક ખાલિસ્તાની નેતા અવતાર સિંહ ખાંડાનું મોત થયું હતું. અવતાર સિંહ ખાંડા ખાલિસ્તાન લિબરેશન ફોર્સના યુકે ચીફ હતા. મેડિકલ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 03:27 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK