અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વાઇટ હાઉસ છોડતાં પહેલાં તેમના પુત્ર હંટર બાઇડનને કાનૂની રીતે માફી આપી દીધી છે.
જો બાઇડન, હંટર બાઇડન
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વાઇટ હાઉસ છોડતાં પહેલાં તેમના પુત્ર હંટર બાઇડનને કાનૂની રીતે માફી આપી દીધી છે. હાલમાં જ તેને બંદૂક રાખવા અને ટૅક્સ સંબંધિત કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યો હતો. અમેરિકાના પ્રમુખ સત્તા છોડતાં પહેલાં આવા નિર્ણયો લઈ શકે છે અને કોઈ અપરાધીને માફી પણ આપી શકે છે. આ મુદ્દે જો બાઇડનના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ‘મેં મારા પુત્ર હંટરને ક્ષમા આપતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંપૂર્ણ અને કોઈ પણ જાતની શરત વિનાની માફી છે.’