છેલ્લા થોડા સમયમાં અમેરિકાની મલ્ટિનૅશનલ કંપની એનવિડિયાના વૅલ્યુએશનમાં સ્કાયરૉકેટ ઉછાળ આવ્યો છે. એવામાં આ કંપનીના CEO જેન્સન હુઆન્ગનું કહેવું છે કે આનું કારણ વર્તમાનમાં જીવવાને આભારી છે.
લાઇફ મસાલા
જેન્સન હુઆન્ગ
છેલ્લા થોડા સમયમાં અમેરિકાની મલ્ટિનૅશનલ કંપની એનવિડિયાના વૅલ્યુએશનમાં સ્કાયરૉકેટ ઉછાળ આવ્યો છે. એવામાં આ કંપનીના CEO જેન્સન હુઆન્ગનું કહેવું છે કે આનું કારણ વર્તમાનમાં જીવવાને આભારી છે. સામાન્ય રીતે આટલી મોટી કંપનીના હોદ્દેદાર ઘડિયાળના કાંટે ચાલતા હોય એવું ધારી લેવાય, પણ એક ટેક્નૉલૉજી ઇવેન્ટમાં જેન્સને કહ્યું છે કે બહુ ઓછા લોકો જાણે છે કે હું ઘડિયાળ નથી પહેરતો. આવું કરવા પાછળનું રાઝ સમજાવતાં તેમનું કહેવું છે, ‘એનું કારણ એ છે કે અત્યારની ક્ષણ એ જ સૌથી મહત્ત્વનો સમય છે. તમને નવાઈ લાગશે પણ હું કંઈ બહુ મહત્ત્વાકાંક્ષી નથી. હું વધુ મેળવવાની બહુ ખેવના નથી કરતો. હું અત્યારે જે કરું છું એને સારી રીતે કરવા માગું છું. હું વધુ પામવા માટે નથી છટપટતો. હું ચીજો મારી પાસે આવે ત્યાં સુધી રાહ જોઈ શકું છું. જેઓ મને જાણે છે તેમને ખબર છે કે એનવિડિયામાં અમે લાંબા ગાળાની સ્ટ્રૅટેજી કે ગ્રૅન્ડ પ્લાન્સ નથી કરતા. અમારો લાંબા ગાળાનો પ્લાન સિમ્પલ છે – અમે આજે શું કરીએ છીએ?’