Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલે લેબૅનનમાં મિસાઇલો વરસાવ્યાં, જવાબમાં હિઝબુલ્લાએ રૉકેટ-હુમલા કર્યા

ઇઝરાયલે લેબૅનનમાં મિસાઇલો વરસાવ્યાં, જવાબમાં હિઝબુલ્લાએ રૉકેટ-હુમલા કર્યા

26 August, 2024 08:31 AM IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલ મિલિટરીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ હુમલાની ઘોષણા કર્યા બાદ આ આતંકવાદી સંગઠનના રૉકેટોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

હુમલા

હુમલા


લેબૅનનમાં મોજૂદ અને ઈરાન-સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે એકબીજાના વિરોધમાં હાલ ભીષણ યુદ્ધ ચાલુ છે. બન્નેએ એકબીજાને હુમલાની ધમકી આપ્યા બાદ એકબીજા સામે હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયલે લેબૅનનમાં મિસાઇલો વરસાવ્યાં ત્યારે એના વળતા જવાબમાં હિઝબુલ્લાએ રૉકેટ અને ડ્રોનથી હુમલા કર્યા હતા.


ઇઝરાયલ મિલિટરીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ હુમલાની ઘોષણા કર્યા બાદ આ આતંકવાદી સંગઠનના રૉકેટોને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઇઝરાયલે સાઉથ લેબૅનનમાં હિઝબુલ્લાનાં ઠેકાણાં પર મિસાઇલ-હુમલા કર્યા હતા. આ હુમલા ૧૦૦ જેટ વિમાનો દ્વારા કરવામાં આવ્યા હતા.



બીજી તરફ હિઝબુલ્લાએ પણ ઇઝરાયલના ૧૧ સેન્ય-બેઝને નિશાન બનાવીને ડ્રોનથી હુમલા કર્યા હતા અને ૩૨૦થી વધારે કત્યૂષા રૉકેટ છોડ્યાં હતાં. પૅલેસ્ટીને ઇઝરાયલ પર ગયા ઑક્ટોબર મહિનામાં હુમલો કર્યા બાદ છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં આ સૌથી મોટા હુમલા છે. ઇઝરાયલના હુમલામાં લેબૅનનમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલે આવી કોઈ જાણકારી આપી નથી.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 08:31 AM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK