હમાસે આજે છોડવામાં આવનારા ત્રણ બંધકોનાં નામ સોંપ્યાં છે. તેમનાં નામ રોમી ગોનેન, ડોરોન સ્ટેઇનબ્રેચર અને એમિલી ડમારી છે
યુદ્ધવિરામની ઉજવણી કરી રહેલા હમાસના લોકો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ગાઝામાં સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૧૫ વાગ્યાથી યુદ્ધવિરામનો આરંભ થયો છે.
હમાસે આજે છોડવામાં આવનારા ત્રણ બંધકોનાં નામ સોંપ્યાં છે. તેમનાં નામ રોમી ગોનેન, ડોરોન સ્ટેઇનબ્રેચર અને એમિલી ડમારી છે. આ ત્રણેયને રેડ ક્રૉસ સોસાયટીને સોંપવામાં આવશે. ૨૦૦૦ પૅલેસ્ટીન પ્રિઝનર્સની સામે હમાસ એની પાસે રહેલા આશરે ૯૦ જેટલા તમામ બંધકોને છોડી મૂકશે.
ADVERTISEMENT
યુદ્ધવિરામ સવારે ૮.૩૦ વાગ્યે લાગુ થવાનો હતો, પણ હમાસે છોડવામાં આવનારા બંધકોનાં નામ આપ્યાં ન હોવાથી એમાં વિલંબ થયો હતો. યુદ્ધ પૂરું થતાં લોકો એની ઉજવણી કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. પૅલેસ્ટીનના લોકો પણ તેમનાં ઘરો તરફ પાછા ફરવા લાગ્યા હતા.
૧૫ મહિના ચાલેલા યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હમાસે ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ૧૨૦૦ ઇઝરાયલી અને ૪૭,૦૦૦ પૅલેસ્ટીનવાસીઓ માર્યા ગયા હતા.