ઈરાને કહ્યું હતું કે ‘અમારી ઍર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાનો મુકાબલો કર્યો હતો, પણ અમારા બે સૈનિકોનાં મોત થયાં હતાં
ફાઇલ તસવીર
ઈરાને કરેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇઝરાયલે ગઈ કાલે ઈરાન પર બૉમ્બથી હુમલો કર્યો હતો અને ઈરાનનાં મિલિટરી મથકોને ટાર્ગેટ બનાવ્યાં હતાં. જોકે ઈરાને કહ્યું હતું કે આ હુમલામાં અમને ઓછું નુકસાન થયું છે. બે સૈનિકોનાં એમાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલ મિલિટરીએ કહ્યું હતું કે અમારાં ફાઇટર વિમાનોએ ત્રણ ખેપમાં ઈરાનમાં મિસાઇલ ફૅક્ટરીઓ અને વેસ્ટર્ન ઈરાનમાં હુમલા કર્યા હતા. જો ઈરાન અમારા પર વધુ હુમલા કરશે તો અમે આનાથી પણ મોટા હુમલા કરીશું એવી ચેતવણી પણ આપી હતી.
ઈરાને કહ્યું હતું કે ‘અમારી ઍર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાનો મુકાબલો કર્યો હતો, પણ અમારા બે સૈનિકોનાં મોત થયાં હતાં. કેટલાંક સ્થળો પર મર્યાદિત નુકસાન થયું છે.’ ઇઝરાયલે કરેલા હુમલામાં એનર્જી કે ન્યુક્લિયર ફૅસિલિટીને ટાર્ગેટ કરવામાં આવી નહોતી એમ જણાવીને અમેરિકાએ કહ્યું હતું કે આની જાણ અમને આગોતરી કરવામાં આવી હતી.