ઇઝરાયલ અને હમાસ વચ્ચે હવે બીજા તબક્કાના યુદ્ધવિરામની શરતો વિશે હજી સુધી વાટાઘાટો થઈ નથી. આ તબક્કામાં હમાસ ડઝનબંધ ઇઝરાયલી બાનને છોડવાનું હતું અને એની સામે ઇઝરાયલ ગાઝામાંથી વાપસી કરી લેશે
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પહેલા તબક્કાના અંત સાથે ઇઝરાયલે ગાઝામાં તમામ મદદ અને રાહત સામગ્રીની એન્ટ્રી પર ગઈ કાલથી રોક લગાવી દીધી છે. યુદ્ધવિરામના પહેલા તબક્કામાં ગાઝા માટે દુનિયાભરમાંથી રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે હવે બીજા તબક્કાના યુદ્ધવિરામની શરતો વિશે હજી સુધી વાટાઘાટો થઈ નથી. આ તબક્કામાં હમાસ ડઝનબંધ ઇઝરાયલી બાનને છોડવાનું હતું અને એની સામે ઇઝરાયલ ગાઝામાંથી વાપસી કરી લેશે. રમઝાન મહિનો શરૂ થયો હોવાથી હવે ૨૦ એપ્રિલ બાદ વાટાઘાટો થાય એની શક્યતા છે.

