ઇરાને મંગળવારે રાતે ઇઝરાયલ પર સતત હુમલા કર્યા જેણે આખા મધ્યપૂર્વમાં એક વ્યાપક યુદ્ધનું જોખમ પેદા થઈ ગયું છે. આ પહેલા ઇઝરાયલ હુમલામાં પહેલા ઇરાન સમર્થિત લેબનાની સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ મારવામાં આવ્યા હતા.
તસવીર સૌજન્ય મિડ-ડે
કી હાઇલાઇટ્સ
- ઇઝરાયેલ ઈરાન યુદ્ધની ભારત પર આ પડશે અસર
- 85 ટકાથી વધારેનું તેલ ભારત કરે છે આયાત
- ઈરાન ઇઝરાયલ હુમલા વચ્ચે ઘટાડા બાદ ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો
ઇરાને મંગળવારે રાતે ઇઝરાયેલ પર સતત હુમલા કર્યા જેણે આખા મધ્યપૂર્વમાં એક વ્યાપક યુદ્ધનું જોખમ પેદા થઈ ગયું છે. આ પહેલા ઇઝરાયેલ હુમલામાં પહેલા ઇરાન સમર્થિત લેબનાની સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ મારવામાં આવ્યા હતા. હવે જવાબી કાર્યવાહીમાં ઇરાને ઇઝરાયેલ પર હુમલો કરી દીધો છે. તેલ ઉત્પાદક દેશ ઈરાનના યુદ્ધમાં સામેલ હોવાથી કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
મંગળવારે તેલના ભાવમાં લગભગ 3%નો વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક ટ્રેડમાર્ક ક્રૂડ બ્રેન્ટ $1.86 અથવા 2.6% વધીને $73.56 પ્રતિ બેરલ પર બંધ થયું, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ $1.66 અથવા 2.4% વધીને $69.83 પર બંધ થયું. મંગળવારે જ બંને ક્રૂડ બેન્ચમાર્કમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ઘટાડા પછી તેલના ભાવમાં વધારો
ગયા અઠવાડિયે બ્રેન્ટ લગભગ 3% ઘટ્યો, જ્યારે WTI લગભગ 5% ઘટ્યો જો કે, ઈરાન સાથેના સંઘર્ષની શક્યતાને ધ્યાનમાં રાખીને સોમવારે તેલના ભાવમાં ઉછાળો આવ્યો. ઈરાનના પ્રોક્સી હિઝબોલ્લાહ અને યમનના હુથી બળવાખોરો પર ઈઝરાયેલના તીવ્ર હુમલા વચ્ચે વધુ તણાવની આશંકા વચ્ચે તેલના ભાવમાં વધારો થયો હતો. ઈરાન, ટોચના તેલ ઉત્પાદકોમાં, પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન (OPEC)નો મુખ્ય સભ્ય છે.
ફિલિપ નોવાના વરિષ્ઠ બજાર વિશ્લેષક પ્રિયંકા સચદેવાએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે બજારને ડર છે કે મધ્ય પૂર્વની કટોકટી વધશે, જે મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાંથી પુરવઠો ઘટાડી શકે છે.
આઇજી માર્કેટ્સના માર્કેટ એનાલિસ્ટ ટોની સાયકેમોર કહે છે કે હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના હુમલાના સંદર્ભમાં તેલના ભાવ પુરવઠા અને માંગ પ્રમાણે વધઘટ થશે.
સ્વતંત્ર રાજકીય જોખમ વ્યૂહરચનાકાર ક્લે સિગેલે રોઇટર્સને જણાવ્યું હતું કે, "ઇઝરાયેલ ઇરાન પર સીધો હુમલો કરવામાં અચકાશે નહીં." એવી પ્રબળ સંભાવના છે કે તે ઈરાનની ઓઈલ એસેટ્સને નિશાન બનાવશે.
સિગલે કહ્યું કે જો ઈઝરાયેલ ઈરાનના તેલ ઉત્પાદન અને નિકાસ સુવિધાઓ પર હુમલો કરશે તો ભારે નુકસાન થશે જે પ્રતિદિન 1 મિલિયન બેરલને વટાવી શકે છે.
ભારત પર શું થશે અસર?
ભારતની અર્થવ્યવસ્થા મોટાભાગે ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. ભારત ક્રૂડ તેલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની તેલની જરૂરિયાતના 85 ટકાથી વધુ આયાત કરે છે. આવી સ્થિતિમાં તેલની વધતી કિંમતોની અસર ભારત પર પણ જોવા મળી શકે છે.
ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો અમુક હિસ્સો પણ ઈરાન પાસેથી ખરીદે છે. જોકે, ઈરાન પર અમેરિકી પ્રતિબંધો વચ્ચે ભારતની ઈરાન પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થયો છે. જ્યારે ભારતે નાણાંકીય વર્ષ 2014-15માં ઈરાન પાસેથી $4 બિલિયનથી વધુનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, તે 2019-20માં ઘટીને માત્ર $1.4 બિલિયન થઈ ગયું હતું.
એસએસ વેલ્થસ્ટ્રીટના સ્થાપક સુગંધા સચદેવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવની વૈશ્વિક તેલની કિંમતો પર મોટી અસર પડશે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ધ્યાનમાં લેવું જે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ છે. વૈશ્વિક તેલનો 30 ટકા વેપાર આ શિપિંગ માર્ગ પરથી પસાર થાય છે.
સચદેવાએ ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ અવરોધ વૈશ્વિક તેલના પુરવઠા અને નૂર પર ગંભીર અસર કરી શકે છે, જેનાથી લોજિસ્ટિક્સ પડકારો વધુ વધી શકે છે. તેમનું કહેવું છે કે ક્રૂડ ઓઈલની કિંમતો વર્તમાન $71 પ્રતિ બેરલથી વધીને $85-87 પ્રતિ બેરલ થઈ શકે છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારતનું બજેટ તો બગાડી શકે છે સાથે જ અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી રૂપિયા પર પણ દબાણ આવી શકે છે અને વિદેશી મૂડીના પ્રવાહ પર નકારાત્મક અસર પડી શકે છે.
ભારત ઈરાન પાસેથી માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં પરંતુ ડ્રાય ફ્રૂટ્સ, કેમિકલ અને કાચના વાસણો પણ ખરીદે છે. ઈરાનના ઈઝરાયેલ પરના હુમલાથી સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે, જેની અસર વેપાર પર પણ પડશે.
પ્રદેશમાં તણાવ અંગે વિદેશ મંત્રીએ શું કહ્યું
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને લઈને અત્યંત ચિંતિત છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધનું જોખમ વધી ગયું છે. તેમણે કહ્યું કે ભારત ચર્ચા અને કૂટનીતિ દ્વારા આ ક્ષેત્રના મુદ્દાઓને ઉકેલવાનો એક ભાગ બની શકે છે.
વોશિંગ્ટનમાં એક થિંક ટેન્ક સાથે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું, `મુશ્કેલ સમયમાં વાતચીતના મહત્વને ઓછો આંકી શકાય નહીં. જો આપણે કોઈ વાતની વાતચીત કરવી હોય અથવા કોઈને સંદેશ મોકલવો હોય અને પછી તેને પાછો સંદેશ મોકલવો હોય, તો મને લાગે છે કે આપણે તે કરી શકીએ છીએ. વિદેશ મંત્રીના આ નિવેદનના થોડા કલાકો બાદ જ ઈઝરાયેલ પર ઈરાની મિસાઈલોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.