આ ખલાસીઓને ઈરાનથી ભારત મોકલી દેવાયા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈરાને ૧૩ એપ્રિલે જપ્ત કરેલી ઇઝરાયલ સાથે સંબંધ ધરાવતી એક કાર્ગો શિપના પાંચ ભારતીય ખલાસીઓને ગઈ કાલે છોડી મૂકવામાં આવતાં ભારતને રાજનીતિક સફળતા મળી હતી. આ ખલાસીઓને ઈરાનથી ભારત મોકલી દેવાયા છે. આ ખલાસીઓને છોડી મૂકવા માટે ભારતે ઈરાનનો આભાર માન્યો હતો.
ઈરાનનું માનવું હતું કે એમએસસી એરીઝ નામની આ કાર્ગો શિપ ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ શિપ દુબઈ તરફ જઈ રહી હતી. એની માલિકી ઇઝરાયલના એક નાગરિકની હોવાથી આ કાર્યવાહી ઈરાને કરી હતી. આ કાર્ગો શિપ પર સવાર કેરલાની મહિલા ખલાસી એન. ટેસા જોસેફને ઈરાનની સરકારે પહેલાં જ રિલીઝ કરી હતી અને તે ૧૮ એપ્રિલે ભારત પહોંચી ગઈ હતી. હજી પણ ૧૧ ભારતીય ખલાસી ઈરાનના કબજામાં છે.