Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે જાહેર કર્યું અરેસ્ટ વૉરન્ટ

ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે જાહેર કર્યું અરેસ્ટ વૉરન્ટ

Published : 22 November, 2024 03:15 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૩ની ૮ ઑક્ટોબરથી ૨૦૨૪ની ૨૦ મે  સુધીના સમયગાળામાં યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોનાં મૃત્યુ થયાં છે

બેન્જામિન નેતન્યાહુ

બેન્જામિન નેતન્યાહુ


ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન યોવ ગેલેટ સામે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે ગઈ કાલે ગાઝામાં યુદ્ધ અને માનવતાના વિરોધમાં અપરાધો માટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યાં છે. તેમની સામે હત્યા, શોષણ અને અમાનવીય કૃત્યોના આરોપો લગાવવામાં આવ્યા છે. આ કોર્ટના આદેશ તેના ૧૨૪ મેમ્બરોએ માનવા પડે છે અને તેમના દેશમાં આ બે નેતાઓ આવે તો તેમની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હેગમાં આવેલી કોર્ટે કહ્યું છે કે ઇઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી અને સ્વાસ્થ્ય સંબંધિત સારવારની આપૂર્તિ કરવાનું બંધ કરી દીધું છે એટલે નાનાં બાળકો સહિત હજારો લોકોનાં મોત થયાં છે. ૨૦૨૩ની ૮ ઑક્ટોબરથી ૨૦૨૪ની ૨૦ મે  સુધીના સમયગાળામાં યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોનાં મૃત્યુ થયાં છે. એના માટે આ બે નેતા જવાબદાર છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2024 03:15 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK