Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ખરાબ હવામાનના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ પાકિસ્તાનમાં જતી રહી

ખરાબ હવામાનના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ પાકિસ્તાનમાં જતી રહી

Published : 12 June, 2023 10:30 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટ રડાર અનુસાર ઇન્ડિયન પ્લેન શનિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ લાહોરની ઉત્તરમાં ૪૫૪ નોટ્સની સ્પીડથી એન્ટર થયું હતું અને રાત્રે ૮.૦૧ વાગ્યે ભારતમાં પાછું ફર્યું હતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ઇન્ડિગો ઍરલાઇન્સની અમ્રિતસરથી અમદાવાદ માટેની એક ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે ભટકીને પાકિસ્તાનના લાહોર પાસે જતી રહી અને છેક ગુજરાનવાલા સુધી પહોંચી ગઈ હતી. જોકે આખરે કોઈ દુર્ઘટના વિના એ ઇન્ડિયન ઍરસ્પેસમાં પાછી ફરી હતી. ફ્લાઇટ રડાર અનુસાર ઇન્ડિયન પ્લેન શનિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ લાહોરની ઉત્તરમાં ૪૫૪ નોટ્સની સ્પીડથી એન્ટર થયું હતું અને રાત્રે ૮.૦૧ વાગ્યે ભારતમાં પાછું ફર્યું હતું. આ ઍરલાઇન તરફથી કોઈ કમેન્ટ કરવામાં આવી નથી.   સિવિલ એવિયેશન ઑથોરિટીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના અસામાન્ય નથી, કેમ કે ખરાબ હવામાનની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય રીતે એના માટે છૂટ છે. આ પહેલાં મે મહિનામાં પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની એક ફ્લાઇટ પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ઇન્ડિયન ઍરસ્પેસમાં પ્રવેશી હતી અને લગભગ દસ મિનિટ સુધી ત્યાં રહી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2023 10:30 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK