સૌથી વધુ ૬૮ લાખ ડૉલર (૫૬.૩૩ કરોડ રૂપિયા)ની બોલી એક યહૂદી ગ્રુપે લગાવી હતી
ફાઇલ તસવીર
વૉશિંગ્ટનમાં પાકિસ્તાનની એમ્બેસીના એક બિલ્ડિંગ માટે રિયલ એસ્ટેટ સેક્ટરના એક ભારતીય બિઝનેસમૅન સહિત ત્રણ જણે બોલી લગાવી છે. ભારતીય બિઝનેસમૅને ૫૦ લાખ અમેરિકન ડૉલર (૪૧.૪૨ કરોડ રૂપિયા)ની બોલી લગાવી છે. આ બિલ્ડિંગમાં એક સમયે પાકિસ્તાનની એમ્બેસીનું ડિફેન્સ સેક્શન હતું.
પાકિસ્તાની એમ્બેસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી વધુ ૬૮ લાખ ડૉલર (૫૬.૩૩ કરોડ રૂપિયા)ની બોલી એક યહૂદી ગ્રુપે લગાવી હતી. એ સિવાય પાકિસ્તાનના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા એક બિઝનેસમૅને ૪૦ લાખ ડૉલર (૩૩.૧૩ કરોડ રૂપિયા)ની બોલી લગાવી છે. પાકિસ્તાનની એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું છે કે વૉશિંગ્ટનમાં આર સ્ટ્રીટ એનડબ્લ્યુ પર પાકિસ્તાનની એક પ્રૉપર્ટી વેચવા માટે મૂકવામાં આવશે, જેના માટે કૅબિનેટની મંજૂરી આપવામાં આવી છે.