Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એશિયા-પેસિફિક ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

એશિયા-પેસિફિક ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

Published : 20 October, 2020 02:01 PM | IST | Melbourne
Agency

એશિયા-પેસિફિક ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

ભારત અને ચીન

ભારત અને ચીન


એશિયા-પેસિફિક ક્ષેત્રના ૨૬ દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ઑસ્ટ્રેલિયાની થિન્ક-ટૅન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પાવર ઇન્ડેક્સનું કહેવું છે કે ભારત ભવિષ્યની વિશાળ શક્તિ છે. જોકે ચીન સુપર પાવર બનવાની હોડમાં અમેરિકાની નજીક પહોંચી ગયું છે.


લોવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પાવર ઇન્ડેક્સ ૨૦૨૦ મુજબ અમેરિકા હજી પણ ૮૧.૬ પૉઇન્ટ સાથે સુપર પાવર બનેલું છે, પરંતુ ચીન હવે તેનાથી માત્ર ૫ પૉઇન્ટ પાછળ રહી ગયું છે. તેના ૭૬.૧ પૉઇન્ટ છે, જ્યારે ત્રીજા સ્થાને ૪૧ પૉઇન્ટ સાથે જપાન છે. ભારત જપાનથી માત્ર થોડાક અંક પાછળ છે એટલે આપણને ૩૯.૭ પૉઇન્ટ મળ્યા છે.



લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતને સંરક્ષણ અને આર્થિક મામલે પાછળ બતાવાયો છે.


ઇન્ડેક્સ માપવા માટે આર્થિક સંસાધન, સૈન્ય તાકાત, ફ્લેક્સિબિલિટી (તરલતા), ભવિષ્યનું રુઝાન, રાજકીય પ્રભાવ, આર્થિક સંબંધો. સંરક્ષણ નેટવર્ક અને સાંસ્કૃતિક પ્રભાવ સહિતની ૮ બાબતોનો સમાવેશ થયો હતો.

ઇન્ડેક્સમાં પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં રશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ પણ સામેલ છે. રિપોર્ટમાં ભારતને એશિયાની સૌથી ઝડપથી વધી રહેલ અર્થતંત્ર ગણાવાયું છે. ભારત અને જપાન બન્ને મોટી શક્તિઓ છે.


જપાનને સ્માર્ટ તો ભારતને ભવિષ્યની વિશાળ તાકાત ગણાવવામાં આવી છે, જ્યારે અમેરિકાને પહેલેથી પ્રતિષ્ઠિત શક્તિ ગણાવી છે, પરંતુ ચીનને એક ઊભરી રહેલી મહાશક્તિ ગણાવી છે, જે ઝડપથી અમેરિકાની નજીક પહોંચી રહી છે.

અમેરિકાએ રોગચાળામાં નબળા દેખાવ, અનેક વેપારી મતભેદો અને પ્રમુખ ટ્રમ્પ ઘણા સોદાઓ અને એજન્સીઓમાં પાછળ ખસવાનાં પગલાંને કારણે અમેરિકાએ તેની પ્રતિષ્ઠા ગુમાવી છે.

ઇન્ડેક્સ મુજબ વિશ્વની ચાર સૌથી મોટી શક્તિઓમાં ૩ એશિયાની છે. એમાં પણ ૨૦૨૫ સુધી બે તૃતીયાંશ વસતી એશિયામાં હશે, જ્યારે પશ્ચિમમાં માત્ર ૧૦ ટકા વસ્તી જ રહી જશે.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 02:01 PM IST | Melbourne | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub