ઇન્ડિયામાં મની લૉન્ડરિંગ અને હેટ સ્પીચ સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા ઝાકિરે ઓમાનમાં પણ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
ઝાકિર નાઈક ફાઇલ તસવીર
ભાગેડુ ઝાકિર નાઈક રિસન્ટ્લી ઓમાન સરકારના આમંત્રણ પર બે ધાર્મિક લેક્ચર આપવા માટે મસ્કતમાં હતો. ઇન્ડિયામાં મની લૉન્ડરિંગ અને હેટ સ્પીચ સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા ઝાકિરે ઓમાનમાં પણ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
ઝાકિરે ૨૩મી માર્ચે ઓમાન સંમેલનમાં પોતાનું પહેલું લેક્ચર આપ્યું હતું. જે દરમ્યાન ઝાકિરે એક હિન્દુ મહિલાનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. સાથે જ ભારતવિરોધી કમેન્ટ પણ કરી હતી. મસ્કતમાં લેક્ચર દરમ્યાન ઝાકિરે આરતી નામની એક ભારતીય હિન્દુ મહિલાનું ધર્મપરિવર્તન કરાવીને તેને મુસ્લિમ બનાવી હતી. ઝાકિરે તે મહિલાને કહ્યું હતું કે ‘તમે હવે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે. તમે હવે પાપમુક્ત બની ગયાં છો.’
ADVERTISEMENT
ઝાકિરે કહ્યું હતું કે ભારતમાં બહુમતી હિન્દુઓ મને પ્રેમ કરે છે. તેઓ મને એટલો પ્રેમ કરે છે કે એનાથી વોટ બૅન્ક માટે સમસ્યા ઊભી થઈ જાય છે. ભારતમાં મારી સ્પીચ હોય ત્યારે સેંકડો લોકો મને સાંભળવા આવી જતા હતા, ખાસ કરીને બિહારમાં. એમાંથી ૨૦ ટકા બિન-મુસ્લિમ હોય છે. હિન્દુઓ મને કહેતા હતા કે ઝાકિરભાઈ અમે છેલ્લા બે કલાકમાં તમારા ભાષણમાંથી શીખ્યા છીએ.’

