જોકે આ ક્રૅશ એક અકસ્માત હતો કે પછી રશિયા સાથેના યુદ્ધનું પરિણામ હતું એના વિશે હાલમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી.
યુક્રેનમાં હેલિકૉપ્ટર તૂટતાં ગૃહપ્રધાન સહિત ૧૮નાં મોત
કીવ (એ.પી.) : કીવના સબર્બમાં ગઈ કાલે એક હેલિકૉપ્ટર તૂટી પડવાના કારણે યુક્રેનના ગૃહપ્રધાન અને ત્રણ બાળકો સહિત ૧૮ જણનાં મોત થયાં હતાં. જોકે આ ક્રૅશ એક અકસ્માત હતો કે પછી રશિયા સાથેના યુદ્ધનું પરિણામ હતું એના વિશે હાલમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી. કીવ એરિયામાં તાજેતરમાં રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ થતું નથી.
યુક્રેનની નૅશનલ પોલીસના વડા ઇહોર ક્લીમેન્કો અનુસાર ગૃહપ્રધાન ડેનીસ મોનસ્તીરસ્કી, નાયબ ગૃહપ્રધાન યેવહેન યેનિન તેમ જ ગૃહમંત્રાલયના સ્ટેટ સેક્રેટરી યુરી લુબક્રોવીચ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે એક કિન્ડરગાર્ટન પાસે આ હેલિકૉપ્ટર તૂટ્યું હતું, જેના લીધે ૧૫ બાળકો સહિત ૨૯ જણને ઈજા પણ થઈ હતી.