Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડામાં સૌથી વધુ બોલાતી ત્રીજી વિદેશી ભાષા બની ગુજરાતી: પહેલા નંબરે પંજાબી, બીજી હિન્દી

કૅનેડામાં સૌથી વધુ બોલાતી ત્રીજી વિદેશી ભાષા બની ગુજરાતી: પહેલા નંબરે પંજાબી, બીજી હિન્દી

Published : 28 October, 2024 10:56 AM | Modified : 28 October, 2024 11:49 AM | IST | Canada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડામાં ઇમિગ્રન્ટો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં પહેલા ક્રમાંકે પંજાબી, બીજા ક્રમાંકે હિન્દી બાદ ત્રીજું સ્થાન આપણી ગુજરાતી ભાષાને મળ્યું છે. હાલમાં ઉપલબ્ધ ડેટા મુજબ ૧૯૮૦થી અત્યાર સુધીમાં કૅનેડામાં ૮૭,૯૦૦ ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કૅનેડામાં ઇમિગ્રન્ટો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં પહેલા ક્રમાંકે પંજાબી, બીજા ક્રમાંકે હિન્દી બાદ ત્રીજું સ્થાન આપણી ગુજરાતી ભાષાને મળ્યું છે. હાલમાં ઉપલબ્ધ ડેટા મુજબ ૧૯૮૦થી અત્યાર સુધીમાં કૅનેડામાં ૮૭,૯૦૦ ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે અને ૨૦૧૬થી ૨૦૨૧ના સમયગાળા દરમ્યાન એમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમ્યાન પંજાબી બોલતા લોકોની સંખ્યા ૭૫,૪૭૫ અને હિન્દી બોલનારા લોકોની સંખ્યા ૩૫,૧૭૦ વધી હતી, પણ ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ૨૨,૯૩૫ જેટલી વધી હતી. મલયાલમ અને બંગાળી બોલનારા લોકોની સંખ્યા અનુક્રમે ૧૫,૪૪૦ અને ૧૩,૮૩૫ રહી હતી.


૨૦૧૧થી ૨૦૨૧નાં ૧૦ વર્ષના સમયગાળામાં ગુજરાતીઓની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો હતો. ૧૯૯૧થી ૨૦૦૦ વચ્ચે ૧૩,૩૬૫ ગુજરાતીભાષી લોકો કૅનેડામાં સ્થાયી થયા હતા. ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે આ આંકડો વધીને ૨૯,૬૨૦ થયો હતો અને ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે એ વધીને ૩૭,૪૦૫ થયો હતો. પંજાબી બોલનારાઓની સંખ્યા ૨૨ ટકા વધી હતી, પણ હિન્દીભાષી લોકોની સંખ્યા ૧૧૪ ટકા વધી હતી.



કૅનેડા ગુજરાતીઓનું હૉટ ફેવરિટ


વિદેશમાં સ્થાયી થવા માગતા ગુજરાતીઓનું કૅનેડા હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. અમેરિકામાં વીઝા પ્રોસેસ લાંબી ચાલે છે અને યુનાઇટેડ કિંગડમ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં ઘણા પ્રતિબંધ આવ્યા છે. આથી લોકો કૅનેડા જવાનું વધારે પસંદ કરે છે. કૅનેડામાં પર્મનન્ટ રેસિડન્સી વીઝા પ્રોસેસ સરળ છે અને ઓછી શૈક્ષણિક યોગ્યતામાં પણ વીઝા મળી જાય છે. સ્ટુડન્ટ વીઝા સરળતાથી મળે છે. જોકે હાલમાં કૅનેડાએ ઇમિગ્રેશન પૉલિસીમાં સુધારા કર્યા હોવાથી પર્મનન્ટ રેસિડન્સી મેળવવા માટે પૂછપરછ કરનારા લોકોમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું અમદાવાદના એક વીઝા કન્સલ્ટન્ટે જણાવ્યું હતું.

કચ્છી બોલનારાની સંખ્યા ઘટી


૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે કૅનેડામાં સ્થાયી થનારા લોકોમાં કચ્છી ભાષા બોલનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે કચ્છી બોલનારા ૪૬૦ લોકો કૅનેડામાં સ્થાયી થયા હતા, પણ ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે કચ્છી બોલનારા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટીને ૩૭૦ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 11:49 AM IST | Canada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK