દીપિકા દેશવાલ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અસોસિએશનની ભૂતપૂર્વ સેક્રેટરી છે. ૨૦૨૨માં કૉન્ગ્રેસની ટિકિટ પર તે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી લડી હતી.
દીપિકા દેશવાલ
અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં શપથ ગ્રહણ કરવાના છે ત્યારે આ સમારોહમાં ભાગ લેવા વિશ્વભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં ભારતની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધારક દીપિકા દેશવાલનો પણ સમાવેશ છે. દીપિકાએ કોરોનાકાળમાં નિઃસ્વાર્થ સમાજસેવા અને મહિલાઓના અધિકારો બાબતે કામ કર્યું છે. આ માટે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
દીપિકા દેશવાલ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અસોસિએશનની ભૂતપૂર્વ સેક્રેટરી છે. ૨૦૨૨માં કૉન્ગ્રેસની ટિકિટ પર તે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી લડી હતી.