વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં જર્મનીના જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગયા વર્ષે ગૅસ અને ફ્યુઅલની કિંમતોમાં વધારાના કારણે કન્ઝ્યુમર્સે ખર્ચ ઘટાડી દેતાં જર્મની મંદીમાં સરી પડ્યું છે. આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં યુરોપની સૌથી વિશાળ ઇકૉનૉમીના જીડીપીમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે. એની પહેલાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં જર્મનીના જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે બે ત્રિમાસિક સુધી નેગેટિવ ગ્રોથ રહે તો એને મંદી માનવામાં આવે છે. ફેડરલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસે જણાવ્યું હતું કે ‘આ વર્ષની શરૂઆતમાં કિંમતોમાં વધારાની જર્મન ઇકૉનૉમી પર બોજો પડ્યો છે, જે બાબત લોકો દ્વારા કરાતા ખર્ચ પર રિફ્લેક્ટ થાય છે. એમાં ૨૦૨૩ના પહેલા ક્વૉર્ટરમાં ૧.૨ ટકાનો ઘટાડો થયો હતો. રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી યુરોપમાં ગૅસ અને ફ્યુઅલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં જર્મન કાર્સની નિકાસમાં પહેલા ક્વૉર્ટરમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે.

