જર્મનીમાં કૂતરા પાળવા માટે ટૅક્સ ચૂકવવો પડે છે. ‘હુંડેશટૉયર’ તરીકે ઓળખાતો કુત્તા ટૅક્સ વસૂલીને જર્મનીએ ગયા વર્ષે ૪૨.૧ કરોડ યુરોની આવક કરી છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
પાલતુ પ્રાણી રાખવાનું ચલણ સમગ્ર વિશ્વમાં છે અને ધીમે-ધીમે વધી પણ રહ્યું છે. જર્મની દેશ તો આમાંથી પણ કરોડોની આવક રળે છે. જર્મનીમાં કૂતરા પાળવા માટે ટૅક્સ ચૂકવવો પડે છે. ‘હુંડેશટૉયર’ તરીકે ઓળખાતો કુત્તા ટૅક્સ વસૂલીને જર્મનીએ ગયા વર્ષે ૪૨.૧ કરોડ યુરોની આવક કરી છે. ૨૦૨૨માં પણ આ વેરા પેટે ૪૧.૪ કરોડ યુરોની કમાણી થઈ હતી. કૂતરા પાળવાનું ચલણ વધવાને કારણે ૨૦૧૩થી ૨૦૨૩ સુધીના સમયમાં કુત્તા ટૅક્સની આવક ૪૧ ટકા વધી છે. જર્મન પેટ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અસોસિએશને અનુમાન કર્યું છે કે ઘરમાં રહેતા કૂતરાની સંખ્યા ગયા વર્ષ સુધી તો એક કરોડ હતી અને આ વર્ષે વધી જશે, કારણ કે જર્મનીમાં દર બીજા ઘરે પાલતુ પ્રાણી હોય છે અને સૌથી વધુ પ્રમાણ કૂતરાનું છે.