Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જર્મનીના ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારનો આતંક, બે લોકોને કચડ્યાં, ૬૦થી વધુ લોકો ઘાયલ

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારનો આતંક, બે લોકોને કચડ્યાં, ૬૦થી વધુ લોકો ઘાયલ

Published : 21 December, 2024 10:04 AM | IST | Magdeburg
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

German Christmas Market Attack: જર્મનીના મેગડેબર્ગ શહેરના માર્કેટમાં બની દુર્ઘટના, સાઉદી વ્યક્તિની ધરપકડ, વધુ તપાસ ચાલુ, કારના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

જ્યાં હુમલો થયો તે ક્રિસમસ માર્કેટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ (તસવીર સૌજન્યઃ એએફપી)

જ્યાં હુમલો થયો તે ક્રિસમસ માર્કેટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ (તસવીર સૌજન્યઃ એએફપી)


જર્મની (Germany)માં નિયંત્રણ બહારની કારનો આતંક જોવા મળ્યો હતો. આ કાર એટલી સ્પીડમાં હતી કે તેણે એક ક્રિસમસ માર્કેટ (German Christmas Market Attack)માં ૭૦થી વધુ લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


પૂર્વી જર્મન શહેર મેગડેબર્ગ (Magdeburg)માં શુક્રવારે એક કાર વ્યસ્ત ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા ૬૮ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને આશંકા છે કે આ જાણી જોઈને કરવામાં આવેલો હુમલો હોઈ શકે છે. હુમલાનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. નાતાલની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં જર્મનીના માર્કેટમાં આવ્યા હતા. તે દરમિયાન જ આ ભયાનક હુમલો થયો હતો.



સેક્સની-એન્હાલ્ટ (Saxony-Anhalt)ના ગૃહ પ્રધાન તમરા ઝિશાંગ (Tamara Zieschang)એ મીડિયાને જણાવ્યું હતું કે, શંકાસ્પદ ૫૦ વર્ષીય સાઉદી ડૉક્ટર છે જે વર્ષ ૨૦૦૬માં પ્રથમ વખત જર્મની આવ્યો હતો. અત્યારે પરિસ્થિતિ જોતા લાગે છે કે તે એકલો ગુનેગાર છે, તેથી શહેર માટે બીજો કોઈ ખતરો નથી.


ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ઘાયલોમાંથી પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગવર્નર રેનર હેસેલહોફ (Rainer Haseloff)એ જણાવ્યું હતું કે, બે પુખ્ત વયના અને એક બાળકના મૃત્યુની પુષ્ટિ થઈ છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે, તેથી વધુ મૃત્યુની શક્યતા નકારી શકાય તેમ નથી. મેગડેબર્ગ ની યુનિવર્સિટી હોસ્પિટલ (Magdeburg University Hospital)એ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ૧૦-૨૦ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.


તે જ સમયે, આ ઘટનાને લઈને સાઉદી અરેબિયા (Saudi Arabia)નું નિવેદન પણ આવ્યું છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે, તે આ ઘટના અંગે જર્મનીની સાથે રહેશે. સાથે જ કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. આ ઘટના શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે બજાર દુકાનદારો અને ખરીદદારોથી ભરેલું હતું.

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં બનેલી ઘટના અંગે સોશિયલ મીડિયા (Social Media) પર અનેક વીડિયો વાયરલ (Viral Video) થયા છે. આ વાયરલ વીડિયોમાં, એક કાર માર્કેટના સ્ટોલની બે હરોળ વચ્ચેથી ભીડમાંથી ઝડપથી પસાર થતી જોવા મળે છે. લોકોને જમીન પર પડતા અને ભાગતા પણ જોવા મળે છે.

જર્મન પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૬માં બર્લિન (Berlin)માં આ આવી જ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટના ૨૦૧૬માં બર્લિનમાં થયેલા હુમલા જેવી જ છે, જેમાં એક ડ્રાઈવરે ભીડમાં ટ્રક ચડાવી દીધો હતો અને તે સમયે ૧૩ લોકોના મોત થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2024 10:04 AM IST | Magdeburg | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK