અમેરિકા(Shooting in America)માં ફરી ગોળીબારની એક મોટી ઘટના સામે આવી છે. જ્યોર્જિયા (Shooting Georgia)માં ડગલસ કાઉન્ટીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન બે જુથો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.
Firing
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા(Shooting in America)માં ફરી ગોળીબારની એક મોટી ઘટના સામે આવી છે. જ્યોર્જિયા (Shooting Georgia)માં ડગલસ કાઉન્ટીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન બે જુથો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ પાર્ટીમાં 100થી અધિક સગીરો સામેલ હતા. ગોળીબારની ઘટનામાં બે સગીરોના મોત થયા છે, જ્યારે કે છ લોકો ઘાયલ થયા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર આ ઘટના એટલાન્ટાથી લગભગ 20 મીલ પશ્ચિમમાં ડગલસવિલે શહેરમાં બની હતી. ઘરના માલિક અનુસાર તેમણે પોતાની દીકરીના 16મા જન્મદિવસની ઉજવણની ભાગરૂપે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું.આ દરમિયાન કેટલાક લોકો મારિજુઆના ધુમ્રપાન કરી રહ્યાં હતાં. જો કે, તેમણે 10 વાગે પાર્ટી સમાપ્ત કરવાનું નક્કી કર્યુ હતું ને એ દરમિયાન જ ગોળીબાર થયો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકા: ટેક્સાસના એક મૉલમાં ફરી ફાયરિંગ, એકનું મોત, અગાઉ 23 લોકોના ગયા હતા જીવ
આ પહેલા ટેક્સાસમાં એક મૉલમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું હતું. જોકે, અમેરિકામાં ખુલ્લેઆમ અવારનવાર ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે અને લોકો તેનો ભોગ બનતા હોય છે. ટેક્સાસની ઘટના પહેલા જે ફાયરિંગની ઘટના બની હતી તેમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.