ડોનલ્ડ ટ્રમ્મપે ભારતની ટેક્સ સિસ્ટમ પર આરોપ લગાવ્યા છે. તેઓએ ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાડવામાં આવશે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર ભારતની ટેક્સ સિસ્ટમ પર સવાલ ઊભા કર્યા છે. તેઓએ કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર હાઈ ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે જ ટ્રમ્પે ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાડવામાં આવશે.
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. પરંતુ મે 2019માં ભારતની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (GSP)ને સમાપ્ત કરવામાં આઆવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભારતે યુનાઇટેડ સ્ટેટ્સને તેના બજારોમાં સમાન અને વાજબી પ્રવેશ આપ્યો ન હોતો.
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના રક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેમણે ભારતમાં ટેક્સના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે, પરંતુ ભારત દ્વારા અહીં ખૂબ ઊંચા ટેક્સ લગાડવામાં આવે છે. તેમણે કહ્યું કે હું એક સમાન ટેક્સ લગાડવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત રજૂ કરું છું. જોકે, ટેક્સેશન (Taxation)ના મામલામાં ભારત ઘણું આગળ છે. ભારતમાં 100 ટકા, 150 ટકા અને 200 ટકા ટેરિફ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ભારતીય બાઇક બનાવે છે, જે આપણા દેશમાં કોઈ ટેક્સ, કોઈ ટેરિફ વિના વેચી શકાય છે. પરંતુ જ્યારે હાર્લે બનાવવામાં આવે છે અને ત્યાં મોકલવામાં આવે છે ત્યારે તેના પર વધુ ટેક્સ લગાડવામાં આવે છે.
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા એવો પણ આરોપ લગાડવામાં આવ્યો છે કે ભારતે યુએસને તેના બજારોમાં સમાન અને વાજબી પ્રવેશ આપ્યો નથી. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારતના કર દરોને અત્યંત ઊંચા ગણાવ્યા હતા.
આ સાથે જ ટ્રમ્પે વર્ષ 2024માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તેમણે બુધવારે યોજાનારી રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટેની પ્રથમ પ્રાથમિક ચર્ચામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો કે અમેરિકન લોકો તેમને સારી રીતે જાણે છે, વ્હાઇટ હાઉસ માટે તેમના હરીફો સાથે જાહેર ચર્ચાની જરૂર તેઓને જણાતી નથી.
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે એવા પોલનો પણ ઉલ્લેખ કર્યો છે જે તેમને રિપબ્લિકન ફિલ્ડથી સારી રીતે આગળ બતાવે છે. રવિવારે આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેઓએ પોતાની વાત રજૂ કરી હતી.
ઇન્ટરવ્યૂમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભલે તે આ વર્ષે ચાર વખત દોષિત ઠેરવવામાં આવ્યા હતા. છતાં પણ સર્વેક્ષણમાં ભાગ લેનારાઓમાંથી 62 ટકા લોકો તેમને જ મત આપશે.
2020ની ચૂંટણીને પલટવાનો અને બાઈડેન (Joe Biden)સામે હાર્યા હોવા છતાં યોજના બનાવીને અમેરિકન લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો તેમની ઉપર આરોપ લગાડવામાં આવ્યો હતો.