લીક થયેલા આ કૉલ-રેકૉર્ડિંગમાં એક પુરુષ એક મહિલાની સાથે અશ્લીલ વાતો કરતો સંભળાય છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે સેક્સ કૉલ લીક કાંડમાં તેમનું નામ આવ્યું છે. લીક થયેલા આ કૉલ-રેકૉર્ડિંગમાં એક પુરુષ એક મહિલાની સાથે અશ્લીલ વાતો કરતો સંભળાય છે. કહેવામાં આવી રહ્યું છે કે એ પુરુષ ઇમરાન ખાન જ છે. આ કૉલ-રેકૉર્ડિંગ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. પાકિસ્તાનની મહિલા પત્રકાર નૈલા ઇનાયતે ટ્વીટ કર્યું હતું કે ‘કથિત સેક્સ કૉલ લીક બાદ ઇમરાન ખાન હવે ઇમરાન હાશ્મી બની ગયો છે.’ આ કૉલ-રેકૉર્ડિંગ પ્રાઇમ મિનિસ્ટર ઑફિસમાં જ કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.