Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાનની મુસીબત વધી : કરપ્શનના કેસમાં બેગમ સાથે ૧૪ વર્ષની સખત કેદ

ઇમરાનની મુસીબત વધી : કરપ્શનના કેસમાં બેગમ સાથે ૧૪ વર્ષની સખત કેદ

01 February, 2024 10:11 AM IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.

ઈમરાન ખાન

ઈમરાન ખાન


ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.) : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. અમુક ગોપનીય સીક્રેટ સરકાવવા બદલ ૧૦ વર્ષની જેલની સજાના બીજા જ દિવસે ઇમરાન ખાનને આ સાથે વધુ એક ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે આ ચુકાદાએ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ૭૧ વર્ષના ઇમરાન ખાનની મુશ્કેલી વધારી છે. ભ્રષ્ટાચારના અન્ય એક કેસમાં ઇમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઇમરાન ખાનનો પક્ષ તહરીક-એ-ઇન્સાફ ચૂંટણી પૂર્વે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કેમ કે તેને ચૂંટણીનું પ્રતીક (ક્રિકેટ બૅટ) આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2024 10:11 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK