ટેસ્લાના સિનિયર એક્ઝિક્યુટિવ્સ પાર્ટ્સની સ્થાનિક સ્તરે ખરીદી જેવા મુદ્દાઓની ચર્ચા કરવા માટે આજે અને આવતી કાલે ભારત સરકારના અધિકારીઓને મળશે
ઈલોન મસ્ક (ફાઇલ તસવીર)
ઇન્ડિયન ફૂડનો સ્વાદ દિલ ખુશ કરી દે છે. એ કલરફુલ હોય છે અને એનો સમૃદ્ધ ઇતિહાસ છે. ઇન્ડિયન ફૂડમાં અનેક ફ્લેવર્સ છે. ભારતની બહાર પણ અનેક લોકો એને ખૂબ પસંદ કરે છે. હવે અબજોપતિ ઇલૉન મસ્ક પણ ઇન્ડિયન ફૂડ લવર્સના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. ટ્વિટર પર મસ્કે ઇન્ડિયન ફૂડને લઈને પ્રેમ વ્યક્ત કર્યો છે. ગઈ કાલે ટ્વિટર યુઝર ડૅનિયલે બટર ચિકન, નાન અને રાઇસનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફ કોઈના પણ મોઢામાં પાણી લાવી શકે એવો હતો. તેણે એની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મને ઇન્ડિયન ફૂડ ખૂબ જ પસંદ છે. એ અદ્ભુત છે.’ મસ્કે ડૅનિયલની વાત સાથે દિલથી સંમત થતાં લખ્યું કે ‘ટ્રૂ’.
ટેસ્લાના અધિકારીઓ ભારત સરકારના અધિકારીઓને મળશે
ADVERTISEMENT
ટેસ્લાના સિનિયર એક્ઝિક્યુટિવ્સ પાર્ટ્સની સ્થાનિક સ્તરે ખરીદી જેવા મુદ્દાઓની ચર્ચા કરવા માટે આજે અને આવતી કાલે ભારત સરકારના અધિકારીઓને મળશે. ઇલૉન મસ્કની આ ઇલેક્ટ્રિક કાર કંપનીની છેલ્લા એક વર્ષથી ભારતના માર્કેટ પર નજર છે. હવે આ કંપની ચીન સિવાયના બીજા દેશોમાં પણ ઉત્પાદન શરૂ કરવાના મહત્ત્વ વિશે જાણે છે. મસ્કે દાવો કર્યો હતો કે ભારતમાં આયાત પરના ટૅક્સ દુનિયામાં સૌથી વધુ છે. ટેસ્લા આ ટૅક્સ ઘટે એમ ઇચ્છે છે. ભારત સરકારે ભારતમાં જ ઉત્પાદન કરવા પર ભાર મૂક્યો છે.