ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કૉમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો છે, જેના પછી આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફ્લાઈટ્સ પર પ્રભાવ પડ્યો છે. `સ્કાઈ ન્યૂઝ` પ્રમાણે, કુલ મળીને અત્યાર સુધી 760 ફ્લાઈટ રદ થઈ અથવા તો મોડેથી ઑપરેટ કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ઍરપૉર્ટ પર ઍર ટ્રાફિક કન્ટ્રોલના કૉમ્પ્યૂટરોમાં એકાએક આવેલી ટેક્નિકલ ખામી બાદ આખા દેશની ઍરલાઈનની બધી ફ્લાઈટ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કૉમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો છે, જેના પછી આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફ્લાઈટ્સ પર પ્રભાવ પડ્યો છે. `સ્કાઈ ન્યૂઝ` પ્રમાણે, કુલ મળીને અત્યાર સુધી 760 ફ્લાઈટ રદ થઈ અથવા તો મોડેથી ઑપરેટ કરવામાં આવી રહી છે. ફ્લાઈટ ટ્રેકર FlightAware.com પ્રમાણે-91 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી ચૂકી છે.
યૂએસ મીડિયાએ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના હવાલે આ માહિતી આપી છે. ફેડરલ એવિએશન એજન્સીએ કહ્યું, NOTAM (નૉટિસ ટૂ ઍર મિશન્સ) સિસ્ટમ `ફેઈલ થઈ ગઈ છે.` FAAએ નવા નિવેદનમાં કહ્યું કે આ કૉમ્પ્યૂટર સિસ્ટમમાં આવેલા ટેક્નિકલ ફૉલ્ટને કારણે થયું છે. ખરાબીની ખબર પડી ગઈ છે. ફ્લાઈટ ઑપરેશન્સ ટૂંક સમયમાં જ રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
NOTAM આખા ફ્લાઈટ ઑપરેશનનો સૌથી મહત્વનો ભાગ ગોય છે. આની મદદથી જ ફ્લાઈટ્સના ટેકઑફ કે લેન્ડિંગની માહિતી મળે છે. NOTAM રિયલ ટાઈમ ડેટા લઈને ઍરપૉર્ટ ઑપરેશન્સ અથવા ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને આપે છે. ત્યાર બાદ એટીસી આને પાઈલટ્સ સુધી પહોંચાડે છે.
The FAA is working to restore its Notice to Air Missions System. We are performing final validation checks and reloading the system now.
— The FAA ✈️ (@FAANews) January 11, 2023
Operations across the National Airspace System are affected.
We will provide frequent updates as we make progress.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરે જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર કે બહાર 700થી વધારે ફ્લાઈટ્સ યૂએસ ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે સવારે 6.30 વાગ્યા સુધી મોડી હતી. અમેરિકન સમય પ્રમાણે, સવારે લગભગ 5.31 વાગ્યે આ ટેક્નિકલ ફૉલ્ટ સામે આવ્યો.
આ પણ વાંચો : બાપ રે! એર ઈન્ડિયાની ફરી ફજેતી...મહિલા યાત્રીના ભોજનમાં નીકળ્યો પથ્થર
FAAએ કહ્યું, "અમે વસ્તુઓ વેરિફાઈ કરીએ છીએ. હવે સિસ્ટમને ફરીથી શરૂ કરી રહ્યા છે. નેશનલ ફ્લાય ઝોન સિસ્ટમમાં ઑપરેશન્સ પ્રભાવિત છે. ખામીઓને ઝડપથી દૂર કરવામાં આવી રહી છે. અમે સ્થિતિથી સતત તમને અપડેટ કરતા રહેશું."