૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટપદે શપથ લેવાના છે. આ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહેશે.
એસ. જયશંકર
૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટપદે શપથ લેવાના છે. આ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહેશે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશપ્રધાન ટ્રમ્પના આવનારા પ્રશાસનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને તેઓ અમેરિકાના પ્રવાસ દરમ્યાન અમેરિકાના મહત્ત્વના નેતાઓને પણ મળશે.