ડોનલ્ડ ટ્રમ્પે ફરી ટૅરિફનો મુદ્દો ઉખેળ્યો
ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફનો મુદ્દો ફરી ઉખેળીને કહ્યું છે કે ભારત સાથે ખૂબ સારા સંબંધ હોવા છતાં મારી એકમાત્ર તકલીફ એ છે કે ભારત દુનિયામાં સૌથી વધુ ટૅરિફ લગાવનારા દેશોમાંથી એક છે, મારું માનવું છે કે તેઓ કદાચ ટૅરિફ ઘટાડવા જઈ રહ્યા છે; જોકે બીજી એપ્રિલે અમે એ જ ટૅરિફ વસૂલીશું જે તેઓ અમારી પાસેથી વસૂલે છે.
ટ્રમ્પની ટૅરિફવાળી ધમકી મુદ્દે શુક્રવારે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં લેખિતમાં જવાબ આપ્યો હતો કે ‘અમેરિકાએ અત્યાર સુધી ભારત પર કોઈ વિશેષ ટૅરિફ લગાવી નથી. અમેરિકાએ દુનિયાના તમામ દેશની સ્ટીલ તથા ઍલ્યુમિનિયમની આયાત પર વધારાની ટૅરિફ લગાવી છે જેમાં કોઈ પણ દેશને છૂટ આપવામાં આવી નથી.’
ADVERTISEMENT
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હવે રેસિપ્રોકલ ટૅરિફ લગાડશે. જે દેશ અમેરિકા પર જેટલી ટૅરિફ લગાડશે એટલી જ ટૅરિફ એ દેશ પર લાગશે. ટ્રમ્પે આ માટે બીજી એપ્રિલ સુધીની ડેડલાઇન આપી છે. ટ્રમ્પે અવારનવાર ભારતનું નામ લઈને કહ્યું હતું કે ભારત અમેરિકા પર ૧૦૦ ટકા ટૅરિફ લગાડે છે.

