Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Donald Trump Attack: ફરી ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, કાવતરાખોરને પોલીસે ગોળીઓથી પતાવી દીધો

Donald Trump Attack: ફરી ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, કાવતરાખોરને પોલીસે ગોળીઓથી પતાવી દીધો

16 September, 2024 10:20 AM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Donald Trump Attack: જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરનારે શખ્સની ગોળી મારી દેવામાં આવી છે, અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ સમગ્ર ઘટનાને હત્યાનું કાવતરું કહેવામાં આવ્યું છે
  2. 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં પણ એક પ્રચાર રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયેલો
  3. તેઓએ પોતે સુરક્ષિત હોવાની વાત કરી છે

અમેરિકાના આ આ સમાચાર ચોંકાવનારા છે. અહીં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump Attack) આગામી ચૂંટણી માટે પુરજોશથી પ્રચાર કાર્યમાં જોતરાયા ચગએ પેન્સિલવેનિયામાં એક પ્રચાર રેલી દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૉકે અત્યારે રિપબ્લિકન પાર્ટી કન્વેન્શન સેન્ટરની બહાર પોલીસ દ્વારા ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરનારે શખ્સની ગોળી મારી દેવામાં આવી છે. આ સાથે જ અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પ સુરક્ષિત છે.


શું આ હતું ટ્રમ્પની હત્યાનું કાવતરું?



પ્રાપ્ત અહેવાલો અનુસાર ફ્લોરિડામાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સ નજીક આ બનાવ બન્યો હતો. રવિવારે બપોરના સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પર ખૂબ જ નજીકથી ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. અજાણ્યા શખ્સે નજીક આવીને ગોળીઓ છોડી હતી. એફબીઆઈ દ્વારા આ સમગ્ર ઘટનાને હત્યાનું કાવતરું કહેવામાં આવ્યું છે.


તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ટ્રમ્પ (Donald Trump Attack) પર ગોળીબારની ઘટના સામે આવી હતી. અગાઉ પણ પ્રચાર રેલીમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે યુએસ ઇન્ટેલિજન્સ સર્વિસનું કહેવું છે કે આની તપાસ ચાલી રહી છે. હુમલાખોરે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

ટ્રમ્પની સુરક્ષામાં વધારો તો પહેલેથી જ કરાયો છે 


13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક પ્રચાર રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન (Donald Trump Attack) તાકવામાં આવ્યું હતું. આ હુમલાના પ્રયાસમાં ટ્રમ્પના જમણા કાન પાસેથી એક ગોળી પસાર થઈ હતી. જેને કારણે તેમના કાનમાંથી લોહી પણ નીકળ્યું હતું. આ સાથે જ રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જુલાઈમાં જ્યારે તેમના પર ગોળીબાર થયો હતો ત્યારબાદથી જ તેમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવર ખાતે તેઑ હાજર હોય ત્યારે ડમ્પ ટ્રકો બિલ્ડિંગની બહાર ઊભી કરવામાં પણ આવતી હોવાના અહેવાલ છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જ્યારે જ્યારે તેઑ કોઈપણ પ્રકારની જાહેર રેલીઓમાં ભાગ લેતા હોય છે ત્યારે તેમની આસપાસ બુલેટપ્રૂફ કાચ વડે આવરણ બનાવવામાં આવે છે.

ગોળીબાર બાદ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

આ સમગ્ર મામલા બાદ ટ્રમ્પે પોતાના સમર્થકોને પોતાના સ્વાસ્થ્ય બાબતે અપડેટ આપ્યા છે. અને તેઓએ પોતે સુરક્ષિત હોવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “મારી વિન્સીટીમાં ગોળીબાર (Donald Trump Attack) થયો હતો. કોઈપણ અફવા ફેલાય એ પહેલા હું કહેવા માંગુ છું કે હું સંપૂર્ણપણે સુરક્ષિત છું. મને કોઈ નમાવી શકે તેમ નથી. હું ક્યારેય શરણાગતિ સ્વીકારીશ નહીં”

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2024 10:20 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK