સતત ત્રીજી વાર ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સતત ત્રીજી વાર USAID (યુનાઇટેડસ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ)ના ૨૧ મિલ્યન ડૉલર (આશરે ૧૮૨ કરોડ રૂપિયા)ના ફન્ડિંગને લઈને પોતાના દાવાને દોહરાવ્યો છે. આ વખતે તો તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ લીધું હતું. આ મુદ્દે અમેરિકામાં પણ રાજકીય તનાવ ચાલી રહ્યો છે.
આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘મારા દોસ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતને ચૂંટણીમાં વોટર ટર્નઆઉટ માટે ૨૧ મિલ્યન ડૉલર આપવામાં આવી રહ્યા છે, પણ અમારું શું? હું પણ વોટર ટર્નઆઉટ ઇચ્છું છું.’
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે ફરી કરેલો આ દાવો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ પછી આવ્યો છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પૈસા સૅન્ક્શન કરવામાં આવેલા એ ભારત માટે નહીં પણ બંગલાદેશ માટે હતા.

