વાઇરલ થયેલા આ વિડિયોમાં તે દુબઈની ઑફિસમાં લૅપટૉપ પર કામ કરતો નજરે પડે છે
વિડિયોમાં તેણે ઑફિસ બતાવી છે અને જેમાં એક ટેબલ પર તે કામ કરે છે
માઇક્રોસૉફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સને ચા પીવડાવીને ફેમસ થયેલા નાગપુરના ડૉલી ચાયવાલાએ હવે દુબઈમાં ઑફિસ ખોલી છે અને એની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે. શૅર કરેલા વિડિયોમાં તે દુબઈના રસ્તા પર તેના બિઝનેસનો જલવો બતાવી રહ્યો છે. વિડિયોમાં તેનો ઉત્સાહ અને તેની મસ્તી સાફ નજરે પડે છે.
વાઇરલ થયેલા આ વિડિયોમાં તે દુબઈની ઑફિસમાં લૅપટૉપ પર કામ કરતો નજરે પડે છે. વિડિયોમાં તેણે ઑફિસ બતાવી છે અને જેમાં એક ટેબલ પર તે કામ કરે છે. વિડિયોમાં તેણે નાગપુરની ચાયની ટપરી પણ બતાવી છે જ્યાં તે ખાસ અંદાજમાં ચા બનાવીને પીવડાવે છે.
ADVERTISEMENT
હવે તે ચાવાળાથી સફળ બિઝનેસમૅન બની ગયો છે. તેની દુબઈની ટૂર સોશ્યલ મીડિયામાં જોવા મળતી રહે છે. ક્યારેક તે રણમાં તો ક્યારેક લક્ઝરી ગાડીઓ સાથે રીલ બનાવતો નજરે પડે છે.
૧૯૯૮માં જન્મેલા સુનીલ પાટીલ ઉર્ફે ડૉલી ચાયવાલાની સફળતાને જોઈ લોકો તેની પ્રશંસા કરે છે. ચાય સર્વ કરવાની તેની ખાસ સ્ટાઇલે લોકોનું દિલ જીતી લીધું છે. પહેલાં તેને માત્ર તેના કસ્ટમર્સ જ જાણતા હતા, પણ હવે આખી દુનિયા તેને જાણે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૪૫ લાખ ફૉલોઅર્સ છે.