પીએમ મોદી દુબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ એક્સાઇટેડ ઇન્ડિયન્સ એક હોટેલની બહાર તેમની રાહ જોતા ઊભા હતા.
દુબઈમાં ગઈ કાલે એક હોટેલની બહાર પીએમ મોદીને આવકારી રહેલા મૂળ ભારતીયો.
દુબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની ૨૮મી કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ઑન ક્લાઇમેટ (COP28) દરમ્યાન વર્લ્ડ ક્લાઇમેટ ઍક્શન સમિટને અટેન્ડ કરવા માટે ગુરુવારે રાતે દુબઈમાં પહોંચ્યા હતા. દુબઈમાં વસતા મૂળ ભારતીયોએ મોદીનું શાનદાર સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી દુબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ એક્સાઇટેડ ઇન્ડિયન્સ એક હોટેલની બહાર તેમની રાહ જોતા ઊભા હતા. તેઓ ‘સારે જહાં સે અચ્છા’ ગાતા હતા. સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વન્દે માતરમ્’ના સૂત્રોચ્ચાર પણ કરતા હતા. એક વિડિયોમાં કેટલાક ભારતીયો ‘અબ કી બાર મોદી સરકાર’ અને ‘મોદી-મોદી’ના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.