એક દિવસ પહેલાં જ ચીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અલ-કાયદા અને આઇએસઆઇએલ પ્રતિબંધ કમિટી દ્વારા શાહિદ મોહમ્મદના લિસ્ટિંગના પ્રસ્તાવને બ્લૉક કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ચીને વધુ એક વખત સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓને બચાવ્યા છે. ચીને પાકિસ્તાનમાં રહેલો આતંકવાદી હાફિઝ તલહ સઈદને બ્લૅકલિસ્ટ કરવા માટેના સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને અમેરિકાના પ્રસ્તાવને સ્થગિત કર્યો હતો. હાફિઝ તલહ લશ્કર-એ-તય્યબાના વડા હાફિઝ સઈદનો દીકરો છે. બે દિવસમાં ચીને બીજી વખત આમ કર્યું છે.
એક દિવસ પહેલાં જ ચીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અલ-કાયદા અને આઇએસઆઇએલ પ્રતિબંધ કમિટી દ્વારા શાહિદ મોહમ્મદના લિસ્ટિંગના પ્રસ્તાવને બ્લૉક કર્યો હતો. લશ્કર-એ-તય્યબા અને એની સાથે જોડાયેલાં આતંકવાદી સંગઠનો માટે શાહિદ ભંડોળ એકત્ર કરી રહ્યો હતો અને એ બદલ અમેરિકાએ તેને ૨૦૧૬માં આતંકવાદી જાહેર કર્યો હતો.