લોકોએ આ વિશેના વિડિયો સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા
આ એક ઘાતક હુમલો હતો
ચીનના સાઉથ વિસ્તારમાં ઝુહાઈ શહેરના સ્પોર્ટ્સ સેન્ટરમાં સોમવારે સાંજે રસ્તે ચાલી રહેલા અને સ્પોર્ટ્સ સેન્ટરના આંતરિક રસ્તા પર કસરત કરી રહેલા લોકો પર ૬૨ વર્ષના ફેન અટક ધરાવતા એક ડ્રાઇવરે સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) ચડાવી દેતાં આશરે ૩૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૪૩ લોકો ઘાયલ થયા હતા. પહેલાં તો પોલીસે આ ઘટનાની જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો હતો પણ લોકોએ આ વિશેના વિડિયો સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા જેને તરત જ હટાવી લેવામાં આવ્યા હતા. ગઈ કાલે પોલીસે કહ્યું હતું કે આ એક ઘાતક હુમલો હતો અને ડ્રાઇવરે પછી કારમાં જ જાતે ઈજા પહોંચાડીને મરવાનો પ્રયાસ કર્યો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.