રજાઓના કારણે હાઇવે પર ટ્રાફિક વધારે હતો ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી.
મીઝુથી દાબુ એક્સપ્રેસવે
ચીનના ગ્વાંગદૉન્ગ પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે એક્સપ્રેસવેના એક હિસ્સા પર પહાડ તૂટી પડવાથી વીસથી વધારે કાર દબાઈ ગઈ હતી. આ હોનારતને કારણે ૪૮ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કન્ફર્મ થયું છે. ઘટના મીઝુથી દાબુ નામનાં બે શહેરને જોડતા એક્સપ્રેસવે પર બની હતી. ચીનમાં પહેલી મેથી પાંચ દિવસ સુધી જાહેર રજા હોય છે. રજાઓના કારણે હાઇવે પર ટ્રાફિક વધારે હતો ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી.