રાજધાની બીજિંગમાં જ ચાર હજાર કેસ સામે આવ્યા છે. તો સંક્રમિતોની સંખ્યામાં અતિશય વધારો લૉકડાઉનમાં વધારે કડકાઈ કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં (China) કોરોનાનો કેર (Coronavirus) સતત વધી રહ્યો છે. ચીનમાં (China) છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સતત પાંચમા દિવસનો રેકૉર્ડ સામે આવ્યો છે. આમાંથી 3822 લક્ષણ ધરાવનારા હતા અને 36525 કોઈપણ લક્ષણો વિનાના હતા. રાજધાની બીજિંગમાં જ ચાર હજાર કેસ સામે આવ્યા છે. તો સંક્રમિતોની સંખ્યામાં અતિશય વધારો લૉકડાઉનમાં (Lockdown) વધારે કડકાઈ કરવામાં આવી રહી છે. લોકોના ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે જેથી લોકો ભડક્યા છે. સેંકડોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ચીનમાં છેલ્લા ત્રણ દિવસના આંકડા
ચીનમાં છેલ્લા ત્રણ દિવસના આંકડા પરથી ખબર પડે છે કે દેશમાં કોરોનાની ગતિ ઝડપી થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર આંકડા પ્રમાણે શનિવારે 31,709 મામલે સામે આવ્યા હતા જ્યારે રવિવારે 39,791 કેસ સામે આવ્યા હતા. તો સોમવારે 40,347 કેસ સામે આવ્યા છે.
ADVERTISEMENT
લોકોએ જિનપિંગ સરકારના વિરોધમાં લગાડ્યા નારા
આ દરમિયાન, અઠવાડિયાના અંતમાં શાંઘાઈના પૂર્વી મહાનગરમાં જે વિરોધ પ્રદર્શન શરૂ થયું, તે બીજિંગ સુધી ફેલાયું, જ્યાં સેંકડો લોકો રવિવારે સાંજે કેન્દ્રીય શહેરમાં લિયાંગમાહે નદી પાસે એકઠા થયા. ઝિંજિયાંગમાં ઉરુમકીમાં કોવિડ 19 લૉકડાઉન હેઠલ રિપૉર્ટ કરવામાં આવેલા એક અપાર્ટમેન્ટ બ્લૉકમાં આગમાં મારી નાખવામાં આવેલા લોકોની યાદમાં બળતી મિણબત્તી લઈ જનારાની ભીડે જિનપિંગ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. આ વિરોધ પ્રદર્શન ઘણો સમય ચાલ્યું અને આ દરમિયાન અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી.
જિનપિંગ રાજીનામું આપોના લાગ્યા નારા
રસ્તા પર ઉતરેલા લોકોનું કહેવું છે કે ઘણું થયું તે હવે લૉકડાઉન સહન નહીં કરી શકે. અનેક લોકોએ મૌન વિરોધ પણ વ્યક્ત કર્યો જ્યારે અન્ય લોકોએ સાર્વજનિક રીતે ચીની નેતા શી જિનપિંગને રાજીનામું આપવા માટે કહ્યું.
આ પણ વાંચો : તદ્દન હટકે બ્લૅન્ક, છતાં બોલ્ડ વિરોધ
સિંધુઆ વિશ્વવિદ્યાલય સહિત અનેક શહેરોમાં વિરોધ
બીજિંગમાં પ્રતિષ્ઠિત સિંધુઆ વિશ્વવિદ્યાલય અને નાનજિંગમાં સંચાર વિશ્વવિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા. હૉંગકૉંગ સ્થિત સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટે સોમવારે જણાવ્યું કે હાલના અઠવાડિયામાં, ગુઆંગ્ડોંગ, ઝેંગ્ઝૌ, લ્હાસા, તિબ્બતની પ્રાંતીય રાજધાની અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, જેમાં પ્રતિસ્પર્ધીઓએ લાંબા સમય સુધી લૉકડાઉન અને કોવિડ પરીક્ષણોને સમાપ્ત કરવાની માગ મૂકી છે.