હિન્દ-પ્રશાંતમાં સબમરીનના પ્રવેશ માટે આ મહાસાગરનો નકશો તૈયાર કરવા ચીનનાં રિસર્ચ અને સર્વે જહાજો હિન્દ મહાસાગરના મધ્ય ભાગમાં સતત ઑપરેટ થઈ રહ્યાં છે
ચીન ખૂબ જ ઊંચાઈએ ઊડતાં સ્પાય ડ્રોન્સને તહેનાત કરી શકે છે
હિન્દ મહાસાગરમાં ૧૯ સી-બેડ (સમુદ્રતળ વિસ્તારો)ના મૅન્ડરિન ભાષામાં નામ જાહેર કર્યા બાદ ચીનનાં રિસર્ચ અને સર્વે જહાજો હિન્દ મહાસાગરના મધ્ય ભાગમાં સતત ઑપરેટ થઈ રહ્યાં છે, જેની પાછળનો હેતુ હિન્દ-પ્રશાંતમાં ભવિષ્યમાં સબમરીનના પ્રવેશ માટે આ મહાસાગરનો નકશો તૈયાર કરવાનો છે.
ચાઇનીઝ રિસર્ચ-સર્વે જહાજ હેઇ યાંગ શી યુ 760એ લગભગ ચાર મહિના સુધી હિન્દ મહાસાગરના તળિયાનું મૅપિંગ કર્યા બાદ ૧૩ એપ્રિલે મલક્કા સામુદ્રધુનિને પાર કરી હતી.
ADVERTISEMENT
છેલ્લા એક દસકમાં, ચાઇનીઝ રિસર્ચ જહાજો અને વ્યૂહાત્મક સૅટેલાઇટ ટ્રૅકિંગ જહાજો એક પ્લાન સાથે હિન્દ મહાસાગર પ્રદેશમાં કામ કરી રહ્યાં છે. દક્ષિણ હિન્દ મહાસાગરના માર્ગના માધ્યમથી આફ્રિકાના પૂર્વીય કાંઠા સુધી પહોંચવા માટે ઇન્ડોનેશિયાના લોમ્બોક, ઓમબાઈ-વેતર સામુદ્રધુનિ વાયા થઈને એક વૈકલ્પિક દરિયાઈ માર્ગ તૈયાર કરવાનો આ પ્લાન છે.
ઊંડાણની સમસ્યાના કારણે મલક્કા અને સુંડા સામુદ્રધુનિ મારફત હિન્દ મહાસાગરમાં પ્રવેશતી વખતે સબમરીન્સે મહાસાગરની સપાટી પર આવવું પડે છે. ચાઇનીઝ ન્યુક્લિયર સબમરીન્સ સરળતાથી વાયા લોમ્બોક અને ઓમબાઈ-વેતર સામુદ્રધુનિ થઈને હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરી શકે છે અને આફ્રિકા તરફ આગળ વધી શકે છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પૅટ્રોલિંગ કરી શકે છે. આ રીતે હિન્દ-પ્રશાંત પ્રદેશમાં ચીનની સ્થિતિ મજબૂત થઈ શકે છે, જેની ભારત અને અમેરિકા સહિત અનેક દેશોને આશંકા છે.
ચીન ખૂબ જ ઊંચાઈએ ઊડતાં સ્પાય ડ્રોન્સને તહેનાત કરી શકે છે
અમેરિકન મિલિટરી દ્વારા મૂલ્યાંકનના લીક થયેલા એક ડૉક્યુમેન્ટ અનુસાર ચાઇનીઝ મિલિટરી ટૂંક સમયમાં જ ખૂબ જ ઊંચાઈએ ઊડતાં સ્પાય ડ્રોન્સને તહેનાત કરી શકે છે કે જે ધ્વનિ કરતાં ઓછામાં ઓછી ત્રણ ગણી સ્પીડથી ટ્રાવેલ કરે છે. વૉશિંગ્ટન પોસ્ટે મંગળવારે એક રિપોર્ટમાં આ વાત જણાવી હતી. આ ન્યુઝપેપરે નૅશનલ જિયોસ્પેશ્યલ-ઇન્ટેલિજન્સ એજન્સીના એક સીક્રેટ ડૉક્યુમેન્ટને ટાંક્યો હતો. આ ડૉક્યુમેન્ટમાં સૅટેલાઇટ ઇમેજરી રજૂ કરાઈ છે કે જેમાં પૂર્વીય ચીનમાં શાંઘાઈથી લગભગ ૩૫૦ માઇલના અંતરે એક ઍરબેઝમાં બે ડબ્લ્યુઝેડ-8 રૉકેટ-પ્રોપેલ્ડ રેકોનેશન્સ ડ્રોન્સ બતાવાયાં હતાં.